મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોક્ટરોની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શિવસેનાના કોર્પોરેટર દ્વારા મહિલા ડોક્ટર પર કરવામાં આવેલા હુમલાની ઘટનાના થોડા જ અઠવાડિયા બાદ, કલ્યાણ પૂર્વમાં આવેલા ‘ભાનુ જ્યોત હોસ્પિટલ’ (Bhanujyot Hospital) ખાતે એક ઓર્થોપેડિક ડોક્ટર પર હુમલો કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અભદ્ર ભાષાનો વિરોધ કરવા પર હુમલો
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે આશરે 11 વાગ્યે અસ્થિરોગ નિષ્ણાત (Orthopaedist) ડો. યોગેન્દ્ર જાયસ્વાલ દર્દી જયવંત દેશમુખની તપાસ કરી રહ્યા હતા. દર્દીને પાંસળીમાં ફેક્ચર (Rib fracture) હોવાથી ડોક્ટર તેમને પાટો બાંધવા અને દવાઓ લેવાની પ્રક્રિયા સમજાવી રહ્યા હતા.

આ દરમિયાન દર્દીનો પુત્ર (વિનીત દેશમુખ) વારંવાર એકના એક પ્રશ્નો પૂછીને ડોક્ટર સાથે અણછાજતી અને અપમાનજનક ભાષામાં વાત કરી રહ્યો હતો. જ્યારે ડો. જાયસ્વાલે તેમની સાથે મર્યાદામાં રહીને વાત કરવા કહ્યું, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને કહ્યું, “તમે તમારી જાતને શું સમજો છો? કોઈ મોટા તોપ ડોક્ટર છો?” આટલું કહી તે બહાર ગયો અને ગાળાગાળી કરવા લાગ્યો. ડોક્ટરે વિરોધ કરતા જ તે કેબિનમાં પાછો આવ્યો અને ડો. જાયસ્વાલ પર હુમલો કરી તેમને માર મારવા લાગ્યો હતો.
પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો
ઘટના બાદ ડોક્ટરે 112 નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરી હતી. કલ્યાણના કોળસેવાડી પોલીસ સ્ટેશને આરોપી વિનીત દેશમુખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડો. જાયસ્વાલે આરોપી સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તબીબી આલમમાં ભારે રોષ અને અસુરક્ષાની લાગણી
ડુંબિવલીમાં બનેલી અગાઉની ઘટના અને હવે કલ્યાણના આ હુમલા બાદ સ્થાનિક ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફમાં ભારે ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં કલ્યાણ-ડોમ્બિવલીના શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેના સમર્થકોએ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો.
તબીબી સમુદાયે સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે કે, જો ડોક્ટરો જ સુરક્ષિત નહીં હોય અને સતત હુમલાનો ભય રહેશે તો હોસ્પિટલો પોતાની સેવાઓ કેવી રીતે ચાલુ રાખી શકશે? ડોક્ટરોએ હોસ્પિટલોમાં તુરંત સુરક્ષા વધારવાની કડક માંગ કરી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
