ગણેશોત્સવ માટે મહાપાલિકા પ્રયત્નશીલ છે. હવે ડમ્પરમાં ફરતું જળાશય સોસાયટીઓના દરવાજે લઈને પહોંચશે અને વિસર્જન માટે મૂર્તિઓ સ્વીકારવામાં આવશે. કુદરતી જળસ્ત્રોતોનું પ્રદૂષણ રોકવા અને કૃત્રિમ જળાશયના ઠેકાણે થતી ગિરદી ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેથી ભાવિકો પોતાના બાપ્પાની વિદાય પૂજા અને આરતી કરીને પોતાની મૂર્તિ વિસર્જન માટે મહાપાલિકાના તાબામાં આપી શકાશે. ત્યાં મૂર્તિનું શાસ્ત્રોક્ત પદ્ધતિથી વિસર્જન કરવામાં આવશે.
મુંબઈમાં લગભગ 12 હજાર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ છે અને પોણા બે લાખ ઘરમાં ઘરગથ્થુ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. 12 હજાર સાર્વજનિક મંડળોમાંથી લગભગ 3 હજાર મંડળ રસ્તાની કોરે અથવા ખુલ્લી જગ્યામાં મંડપ ઊભો કરીને ગણેશોત્સવ ઉજવે છે.

આ મૂર્તિ વિસર્જન માટે એક જ સમયે હજારોની સંખ્યામાં કુદરતી સ્ત્રોત પર લાવવામાં આવે છે. તેથી ભાવિકોની હેરાનગતિ થાય છે અને નિયોજન કરતા સમયે મહાપાલિકાના નાકે દમ આવે છે. તેથી હવે ડમ્પરમાં કૃત્રિમ જળાશયની સંકલ્પના રજૂ થઈ છે. એમાં મહાપાલિકાના કર્મચારીઓ સોસાયટીના દરવાજે જઈને વિસર્જન માટે મૂર્તિ સ્વીકારશે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
