ગુરૂવાર તારીખ 11 જૂન 2026 ના રોજ ક્રાઉન બેંકવેટ હોલ ખાતે આયોજિત અમિતાભ સ્પેશિયલ કાર્યક્રમમાં એક થી એક ચડિયાતા ગેટ અપ ડ્રેસીંગ અને પર્ફોર્મન્સ સાથે મેમ્બરોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં લાઈવ સિંગિંગ માટે નિશા સોનીની ટીમના કલાકારોએ રંગ જમાવ્યો હતો એક પછી એક બચ્ચનના આઇકોનિક ગીતોની રમઝટથી દરેક ઝૂમી ઉઠ્યા હતા.







આ પ્રોગ્રામમાં જજ તરીકે ઉપસ્થિત ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) ના વૈશાલીબેન ઠક્કરએ મેમ્બરોને તેમના પરફોર્મન્સ પ્રમાણે અને ડ્રેસિંગ પ્રમાણે વિજેતા જાહેર કર્યા હતા. જેમાં બેસ્ટ પર્ફોર્મન્સ (૧) સ્વાતિ ગાંધી (૨) શોલે ટીમ (અલ્પા, અમી, ઉર્વી, શ્વેતા, શીતલ, અંજલી, કૃપા) (૩) જુલી મહેતા અને બેસ્ટ ડ્રેસિંગ માટે (૧) માનસી ગાંધી (૨) વિભા મહેતા (૩) અલ્પા વોરા (૪) જસ્મીના ને આપવામાં આવ્યા હતા.







ત્યારબાદ ડિનર લઈને સૌ છૂટા પડ્યા હતા. નેમી ક્વીન્સ ગ્રુપમાં જોડાવવા અથવા વધુ વિગત માટે 9820719106 / 9833712066 નંબર પર સંપર્ક કરી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
