September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

યશસ્વી અને શિવમ દુબેની વિસ્ફોટક અડધી સદી, ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે સતત બીજી ટી20 મેચમાં જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમ ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. 

શિવમ દુબે (32 બોલમાં અણનમ 63 રન) અને યશસ્વી જાયસવાલ (34 બોલમાં 68 રન) ની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

રોહિત શૂન્ય રનમાં આઉટ, યશસ્વીની ધમાકેદાર બેટિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રન બનાવી બોલ્ડ થયો હતો. રોહિત સતત બીજી ટી20 મેચમાં ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ મેચમાં રોહિત રનઆઉટ થયો હતો. પરંતુ યશસ્વી જાયસવાલે પાવરપ્લેમાં ફટકાબાજી કરી હતી. જાયસવાલે માત્ર 34 બોલમાં 6 સિક્સ અને પાંચ ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા. 

શિવમ દુબેની સતત બીજી અડધી સદી
આશરે 14 મહિના બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરી રહેલા વિરાટ કોહલીએ પણ આક્રમક બેટિંગ કરી હતી. કોહલીએ 16 બોલમાં 5 ચોગ્ગા સાથે 29 રન બનાવ્યા હતા. બીજીતરફ શિવમ દુબે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શિવમ દુબેએ સતત બીજી મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી. દુબે 62 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 63 રન બનાવી અણનમ રહ્યો હતો. જીતેશ શર્મા પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રિંકુ સિંહ 9 રન બનાવી અણનમ રહ્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીનની અડધી સદી
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબે 35 બોલમાં 57 રન ફટકાર્યા હતા. આ સિવાય મુઝીબે 21, નજીબુલ્લાહે 23 અને કરિમ જનતે 20 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર બેટર ગુરબાઝ 14 રન બનાવી આઉટ થયો હતો.

ભારત તરફથી અર્શદીપ સિંહે 4 ઓવરમાં 32 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલને બે-બે તથા શિવમ દુબેને એક સફળતા મળી હતી. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us