
મુલુંડ-વેસ્ટના N.S. રોડ પર ચાલતી રિક્ષામાં અચાનક આગ લાગતાં રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્દનસીબે એ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
મુલુંડ ફાયર-બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે સવાબાર વાગ્યે વાગળે એસ્ટેટમાં રહેતો રિક્ષા-ડ્રાઇવર બાબુ ખોરડે રિક્ષા લઈને એન. એસ. રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે જન કલ્યાણ બૅન્ક પાસે રિક્ષાના એન્જિનમાં આગ લાગી હતી. એ વખતે તા રાહદારીઓ અને અન્ય રિક્ષાચાલકોએ પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો એ દરમ્યાન અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવી નાખી હતી, પણ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.’

મુલુંડમાં જ આગની બીજી ઘટનામાં મુલુંડ-ઈસ્ટની તાતા કોલોનીની બાજુમાં આવેલા મુલુંડના રેલવે-યાર્ડમાં એક વૃક્ષમાં આગ એમાં પણ લાગી હતી અને કોઈને ઈજા નથી થઈ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
