પ્રદેશની વિવિધ મહાપાલિકાઓની બસ સેવા એક છત્ર હેઠળ લાવવા નગરવિકાસ વિભાગે ટાસ્ક ફોર્સ અને અભ્યાસ જૂથની સ્થાપના કરી છે. આ માધ્યમથી બસના રૂટનું સુસૂત્રીકરણ, એકસમાન ટાઈમટેબલ, ટેકનોલોજીનું એકત્રીકરણ, કોમન ટિકિટ વ્યવસ્થા અને ભાડા સંરચનામાં સુસંગતી લાવવા પ્રયત્ન કરવામાં આવશે. આ બંને જૂથ માટે બેસ્ટના સહાયક મહાવ્યવસ્થાપક અને મહાવ્યવસ્થાપક અધ્યક્ષ સ્થાને હશે. આ બંનેનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને જુલાઈ મહિનાના અંતમાં રજૂ થવો અપેક્ષિત છે.
નીતી આયોગની ગ્રોથ હબ સંકલ્પના અંતર્ગત મુંબઈ મહાનગર પ્રદેશની પાઈલટ સિટી રિજન તરીકે પસંદગી કરવામાં આવી છે. એ ધ્યાનમાં લઈને એમએમઆર માટે એકાત્મિક બસ પરિવહન રૂપરેખા (ઈંટિગ્રેટેડ બસ ટ્રાન્સપોર્ટેશન) તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.

એમએમઆરના તમામ પરિવહન વ્યવસ્થાપકોમાં બસ રૂટનું સુસૂત્રીકરણ, ટાઈમટેબલનો તાલમેલ, ટેકનોલોજીનું એકત્રીકરણ, અને પાયાભૂત સુવિધાઓમાં સમન્વય સાધવાની દષ્ટિએ ટેકનિકલ જૂથની સ્થાપના કરવામાં આવી છે. તેમ જ વિવિધ પરિવહન સંસ્થાઓ માટે એકસમાન કાર્યપદ્ધતિ નિશ્ચિત કરવા અભ્યાસ જૂથ કાર્યરત રહેશે. એકાત્મિક રૂપરેખાના કારણે ભવિષ્યમાં એમએમઆરની વિવિધ બસ સેવામાં વધુ સમન્વય સાધવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે.
ટાસ્કફોર્સના અધ્યક્ષ પદે બેસ્ટ ઉપક્રમના મહાવ્યવસ્થાપક (પરિવહન અને સંચાલન) હશે. નવી મુંબઈ, થાણે, મિરા-ભાઈંદર, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર અને પનવેલ મહાનગર પરિવહનના પરિવહન વ્યવસ્થાપક સભ્ય હશે. બેસ્ટના ઉપડેપો વ્યવસ્થાપક (પ્રશાસન) સભ્ય સચિવ હશે. આ જૂથે 15 જુલાઈ સુધી અહેવાલ રજૂ કરવાનો છે.
બસ રૂટનું સુસૂત્રીકરણ, તમામ પરિવહન સંસ્થાઓના ટાઈમટેબલનું મૂલ્યમાપન, ટેકનોલોજી એકત્રીકરણ માટે રોડમેપ કરવો, પ્રવાસી સુવિધાઓની ઉન્નતી માટે ઉપાય સૂચવવા અને આંતરક્ષેત્રીય પ્રવાસ માટે ભાડા સંરચના સુસંગત કરવા ભલામણ કરવાની છે.

અભ્યાસ જૂથની જવાબદારીઓ અભ્યાસ જૂથના અધ્યક્ષ પદે બેસ્ટના મહાવ્યવસ્થાપક હશે. આ જૂથમાં થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર, મિરા-ભાઈંદર, ભિવંડી-નિજામપુર, ઉલ્હાસનગર અને પનવેલ મહાપાલિકાના કમિશનર સભ્ય તરીકે હશે. બેસ્ટના સહાયક મહાવ્યવસ્થાપક (પરિવહન અને સંચાલન) સભ્ય સચિવ તરીકે કામ કરશે. અભ્યાસ જૂથને 31 જુલાઈ સુધી અંતિમ પ્રસ્તાવ રજૂ કરવાનો છે. એમાં ભાડા સંરચનાનું મૂલ્યમાપન અને સુસૂત્રીકરણ, લાંબા અંતરના પ્રવાસ માટે ખર્ચ-કાર્યક્ષમતા વધારવા ઉપાય, ટેલિસ્કોપિક ભાડા પદ્ધતિનો અભ્યાસ, કોમન ટિકિટ વ્યવસ્થામાં મહેસૂલ વહેંચણી અને આંતરક્ષેત્રીય પ્રવાસ માટે મહેસૂલ કાર્યપદ્ધતિ નિશ્ચિત કરવાનો સમાવેશ હશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
