
નવી મુંબઈમાં ટુવ્હીલર પર જતી બે યુવતીને કારે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. સામસામે ટક્કર એટલી જોરમાં લાગી કે યુવતીઓ બોલની જેમ ઉપર ઊછળીને જમીન પર પટકાઈ હતી.નવી મુંબઈમાં પામ બીચ રોડ પર તેજ ગતિથી દોડતી સ્કોડા કારે સ્કૂટરને અડફેટે લીધી, જેમાં સંસ્કૃતિ ખોકલે (22) અને અંજલી સુધાકર પાંડે (19)નાં મોત થયાં. આ બંને તુર્ભે ખાતે બીઓપીમાં ટેલિકોલર તરીકે કામ કરતી હતી. સંસ્કૃતિ કામોઠે સેક્ટર-18માં, જ્યારે અંજલી કોપરખૈરણેના બોનકોડે ગામમાં રહેતી હતી.

શનિવારે તુર્ભે એમઆઈડીસીમાં કંપનીમાં રાતપાળી કર્યા પછી રવિવારે સવારે ઘેર જતી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.બંને બહેનપણી હતી. એક જ સ્કૂટર પર તેઓ આવજા કરતી. સંસ્કૃતિ પહેલાં અંજલીને ઘરે છોડતી, જે પછી પોતાના ઘરે જતી. રવિવારે સવારે બંને ઘર તરફ નીકળી ત્યારે કોપરા પુલ નજીક સર્વિસ રોડથી પામ બીચ રસ્તા પર આવી. અહીં વાશીના અરંજા સર્કલ ખાતે થાણેની દિશામાં તેજ ગતિથી દોડતી સ્કોડા કારે તેમની સ્કૂટરને અડફેટે લીધી હતી.આ ઘટના પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. તેની ઓળખ સ્થાપિત કરવા માટે સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, એમ સિનિયર પીઆઈ અજય શિંદેએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
