
બોરીવલી રેલવે સ્ટેશને પૂર્વ બાજુએ બપોરના સમયે તમામ એટીવીએમ મશીનો, ક્યુઆર કોડ સિસ્ટમ સહિત સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ડાઉન થઈ હતી. જેને કારણે પૂર્વ તરફની બન્ને ટિકિટબારીઓ પર પીક અવર્સમાં હોય તેવી ભીડ જોવા મળી હતી. ટેક્નિકલ ખામીથી અજાણ કેટલાક પ્રવાસીઓએ વારંવાર ક્યુઆર પેમેન્ટ માટે પ્રયત્ન કરવાથી એક જ ટિકિટ માટે ત્રણથી ચાર વખત ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું.
બોરીવલી ખાતે વહેલી સવારથી મોડી રાત સુધી પ્રવાસીઓની અવરજવર રહે છે. બપોરના સમયે સામાન્ય રીતે ટિકિટબારી પર ખાસ ભીડ હોતી નથી, પણ ગુરુવારે બપોરે ૨.૪૫ વાગ્યાની આસપાસ પૂર્વમાં સ્ટેશનના બન્ને પ્રવેશ દ્વારા પાસે મૂકાયેલા એટીવીએમ મશીનોમાં ટેક્નિકલ ખામીનો મેસેજ દેખાતો હતો. અંદાજે આઠથી નવ એટીવીએમ મશીનો છે, તે તમામ મશીનો બંધ હતા. તેથી પ્રવાસીઓ સ્ટેશન પર લાગેલા ક્યુઆર કોડથી યુટીએસ વડે ટિકિટ કાઢવાનો પ્રયત્ન કરતા હતા. જેમાં પ્રોસેસ થતી નહોતી. કંટાળેલા પ્રવાસીઓ ટિકિટ બારી પર પહોંચ્યા અને ત્યાં ડિજિટલ પેમેન્ટ માટે રખાયેલી અલગ ટિકિટ વિન્ડો પરથી ક્યુઆર પેમેન્ટ કરવાનો પ્રયત્ન પણ ફેલ થવાથી અન્ય ટિકિટ બારીઓ પર લાંબી કતારો લાગી ગઈ હતી.

ડિજિટલ પેમેન્ટની ટિકિટ વિન્ડો પર બેસેલા સ્ટાફને પણ ટેક્નિકલ ખામી વિશે જાણકારી ન હોવાથી તેમણે ટિકિટ વિન્ડો ખુલ્લી રાખી હતી અને પ્રવાસીઓની ટિકિટ કાઢી રહ્યા હતા. દરમિયાન એક જ ટિકિટ માટે ત્રણથી ચાર વખત ચુકવણીનો પ્રયાસ કરતા એક યુવકના ૨૦ રૃપિયાની ટિકિટ માટે ૮૦ રૃપિયા ખાતામાંથી કપાઈ ગયા હતા, પણ ટિકિટ બારીના સ્ટાફને પેમેન્ટનો મેસેજ ન આવવાથી તેઓ ટિકિટ આપતા નહોતા. તેથી યુવક મુંઝાયો હતો કે તેને પૈસા પાછા મળશે કે નહીં. જોકે ટિકિટ બારીનો સ્ટાફ આ બાબતે પ્રશ્ન પૂછવાથી યોગ્ય જવાબ આપી રહ્યો નહોતો. એક પ્રવાસીએ જણાવ્યું હતું કે એટીવીએમની બંધ હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પચી ના છૂટકે ટિકિટ વિન્ડોની લાઇનમાં ઊભા રહેવું પડે છે.
પશ્ચિમ રેલવેએ ડિજિટલ ટિકિટ કે પેમેન્ટ માટે પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા ક્યુઆર કોડ પેમેન્ટ, ટિકિટ માટે કતારો ટાળવા એટીવીએમ મૂક્યા તો છે પણ અવારનવાર તેમાં ટેક્નિકલ એરર જણાય છે. તેના કારણે પ્રવાસીઓએ પરેશાની ભોગવવી પડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
