મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કનેક્ટિંગ લિન્કના કારણે (મિસિંગ લિન્ક) મુંબઈથી પુણે પ્રવાસનો સમય 30 મિનિટ ઓછો થયો છે. પ્રવાસ અતિઝડપી બન્યો છે.
હવે મિસિંગ લિન્કનો પ્રવાસ વધારે સુરક્ષિત થશે. મિસિંગ લિન્ક પર કેબલ સ્ટેડ પુલ ખીણની ઉપર બાંધવામાં આવ્યો છે. અહીં સુસવાટા મારતા પવન ફૂંકાય છે, ચોમાસામાં પવનની ઝડપ અનેક ગણી વધારે હોય છે.
ચક્રવાતનું જોખમ પણ હોય છે. એ બાબત ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે કેબલ સ્ટેડ પુલ પર વાદળો, પવનથી સંરક્ષણ કરતા વિન્ડ શિલ્ડ લગાડવાની શરૂઆત કરી છે. ટૂંક સમયમાં આ કામ પૂરું થશે અને વાહનોનું સુસવાટા મારતા પવનથી સંરક્ષણ થતા વાહનો સ્કીડ નહીં થાય.

મિસિંગ લિન્ક પર એક કેબલ સ્ટેડ પુલનો સમાવેશ છે જે દેશનો સૌથી ઉંચો કેબલ સ્ટેડ પુલ છે. આ પુલ 182 થી 185 મીટર ઉંચો છે. આ પુલ ખીણની ઉપર બાંધવામાં આવ્યો છે. આ પુલ જે ઠેકાણે છે ત્યાં જોરદાર સ્પીડમાં પવન ફૂંકાય છે. તેથી પુલનું કામ કરતા સમયે એમએસઆરડીસી અને કોન્ટ્રેક્ટરે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
ચોમાસામાં તો અહીં પવનની ઝડપ અનેક ગણી વધી જાય છે. તેથી આવી સ્થિતિમાં કેબલ સ્ટેડ પુલ પરથી વાહન ચલાવતા જોખમ ઊભું થઈ શકે છે. ઉપરાંત ચક્રવાતનો પણ ડર રહે છે. આ બધી બાબતોનો વિચાર કરીને એમએસઆરડીસીએ કેબલ સ્ટેડ પુલ પર પ્રવાસ વધુ સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો હતો.
કેબલ સ્ટેડ પુલ પરથી પસાર થતા વાહનોને જોરદાર પવનથી બચાવવા એમએસઆરડીસીએ પુલ પર વિન્ડ શિલ્ડ લગાડવાનો નિર્ણય લીધો હતો એવી માહિતી એમએસઆરડીસીના સહવ્યવસ્થાપકીય સંચાલક રાજેશ પાટીલે આપી હતી.
કેબલ સ્ટેડ પુલની બંને બાજુએ વિન્ડ શિલ્ડ લગાડવાના કામની તાજેતરમાં કોન્ટ્રેક્ટરે શરૂઆત કરી હતી. આગામી દસ-બાર દિવસમાં આ કામ પૂરું કરવાનું નિયોજન છે. આ વિન્ડ શિલ્ડના કારણે વાહનોનો, પ્રવાસીઓનો જોરદાર સુસવાટા મારતા પવનથી બચાવ થશે એવો દાવો એમએસઆરડીસી તરફથી કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
