
વસઇમાં બનેલી અકસ્માતની ઘટનામાં પૂરઝડપે બે ટૂ વ્હીલર સામ-સામે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટના રસ્તા પર રહેતા અંધારાને લીધે બની હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ તમામને પાસેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ત્રણ જણને મૃત ઘોષિત કર્યા હતાં.
વાહનોની મોટાપાયે અવરજવર છતાં પણ રોડ પર પૂરતી લાઈટ નહિ, સ્પીડ બ્રેકર પણ મૂકાયાં નથી

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આ ઘટના વસઇ (ઇ)માં મધુબેન સ્માર્ટ સિટીના મુખ્ય રસ્તા પર બની હતી. બે વિરુદ્ધ દિશામાં પૂરઝડપે આવી રહેલ એક બાઇક અને સ્કૂટર વચ્ચે સામ-સામે જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બંને ટૂ વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના પર બેસેલા ચાર લોકો ઉડીને દૂર પડયા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓનું ગંભીર ઇજાને લીધે ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ વાલીવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામને પાસેની એક હોસ્પિટલમાં ખસેડવા હ તા જો કે આ ચાર જણમાંથી ડોક્ટરોએ ત્રણ જણને મૃત ઘોષિત કર્યા હતા.

એવું કહેવાય છે કે આ રસ્તા પર મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર હોવા છતાં અમૂક વિસ્તારોમાં ખૂબ જ અંધારુ હોય છે તેમજ અહીં સ્પીડબ્રેકર ન હોવાથી આ ઘટના બની હતી. પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
