
મહારાષ્ટ્ર વિધાનમંડળના વિશેષ સત્ર માટે વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. ભાજપના નેતા અને વરિષ્ઠ વિધાનસભ્ય કાલિદાસ કોલંબકરને વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વચગાળાના અધ્યક્ષનો શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે રાજ ભવન ખાતે સંપન્ન થયો હતો. તેથી વિધાનમંડળના વિશેષ સત્ર દરમિયાન તેમની અધ્યક્ષતામાં વિધાનસભાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે સાંજે 5 વાગ્યે રાજ્યના 21મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બાદમાં સાંજે તેમણે મંત્રાલયમાં જઈને પદભાર સંભાળ્યો હતો અને કેબિનેટની બેઠક પણ યોજી હતી. તે પછી ફડણવીસે શનિવારથી ત્રણ દિવસનું વિશેષ સત્ર યોજવાની ઘોષણા કરી હતી.
કાલિદાસ કોલંબકરે શુક્રવારે રાજ ભવન ખાતે વિધાનસભાના વિશેષ સત્ર માટે હંગામી અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને કોલંબકરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બાદમાં રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. વિધાન પરિષદના અધ્યક્ષ નીલમ ગોરહેએ પણ કોલંબકરને અભિનંદન આપ્યા હતા.દરમિયાન, 7 ડિસેમ્બર શનિવારથી વિધાનમંડળનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ અંગે વિધાનમંડળ સચિવાલયે કર્મચારીઓને મહત્ત્વની સૂચનાઓ આપી છે. તમામ કર્મચારીઓને તૈયારી માટે હાજર રહેવા દ્વારા સૂચના આપવામાં આવી છે. આ વિશેષ સત્રમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. તે પછી નવા વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાશે. વિધાનસભા અધ્યક્ષની પસંદગી વિધાનસભ્યોની બહુમતીથી કરવામાં આવશે, જે બાદ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 16 ડિસેમ્બર પહેલા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. તેથી, નવી સરકારનું કામ હવે શરૂ થઈ ગયું છે.

કોણ છે, કાલિદાસ કોલંબકર?:
કાલિદાસ કોલંબકરે આ વર્ષની ચૂંટણીમાં મુંબઈના વડાલા મતવિસ્તારથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી છે. ખાસ વાત એ છે કે તેમણે 9 વખત વિધાનસભ્ય બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 1990 થી 2004 સુધી તેઓ શિવસેના તરફથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જોકે, 2005માં પૂર્વ મુખ્ય મંત્રી નારાયણ રાણે સાથે તેઓ પણ શિવસેના સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. 2014માં તેઓ મોદી લહેરમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં તેમનો કાર્યકાળ 2014 થી 2024 સુધીનો છે. જોકે, 1990 થી 2024, સુધી તેઓ સતત જીત્યા છે, જે મતવિસ્તારમાં તેમનું વર્ચસ દર્શાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8