1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે
1 ઓગસ્ટ, 2025થી દેશમાં રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખર્ચ, ટ્રાન્જેક્શન અને બજેટ પર પડી શકે છે. ભલે તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો, SBI ક્રેડિટ કાર્ડ ધરાવો છો, આ બધા મોરચે નિયમો બદલાવાના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), બેન્કિંગ નિયમનકાર RBI અને તેલ કંપનીઓ તરફથી આવી રહેલા આ ફેરફારો અંગે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.
UPI પર નવી મર્યાદા આવશે
1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે. હવે જો તમે Paytm, PhonePe અથવા Google Pay જેવી એપ્લિકેશનો દ્વારા દિવસભર ટ્રાન્જેક્શન કરો છો તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.
NPCI અનુસાર, આ ફેરફારો સિસ્ટમને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે, જેથી નેટવર્ક પર બિનજરૂરી લોડ ન વધે.

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર
જો તમે SBIના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો તો ઓગસ્ટથી તમારા મફત વીમા કવરમાં મોટો ફેરફાર થવાનો છે. SBIએ ઘણા ELITE અને PRIME કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ કાર્ડ્સ પર 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વીમા કવર ઉપલબ્ધ હતું, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર SBI-UCO, સેન્ટ્રલ બેન્ક, કરુર વૈશ્ય બેન્ક અને PSB ના ભાગીદાર કાર્ડ્સ પર લાગુ થશે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે
દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જૂલાઈમાં કોમર્શિયલ સિલિન્ડર 60 રૂપિયા સસ્તા થયા હતા પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલુ ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. જો કિંમતો ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે.
CNG અને PNG ના ભાવ પર પણ નજર રાખો
તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે CNG અને PNG ના ભાવમાં સુધારો કરે છે. જોકે, એપ્રિલથી આમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલમાં મુંબઈમાં CNG ના ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલો અને PNG 49 રૂપિયા પ્રતિ યુનિટ હતા. હવે જોવાનું રહેશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.

એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ દ્વારા હવાઇભાડું નક્કી કરવામાં આવશે
એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. જો ATF મોંઘુ થાય છે તો હવાઈભાડા વધી શકે છે અને જો તે સસ્તુ થાય છે, તો મુસાફરોને રાહત મળી શકે છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ATF ના ભાવમાં પણ સુધારો કરે છે.
આરબીઆઈની ઓગસ્ટમાં પણ બેઠક
આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ (MPC) 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ વચ્ચે બેઠક કરશે, જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરમાં ફેરફારની જાહેરાત કરી શકે છે, જે હોમ લોન, કાર લોન અને EMI ને અસર કરી શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
