
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણમાં હવે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની 12 સંભાવ્ય મંત્રીઓનાં નામ સામે આવ્યાં છે. તેમાં છત્રપતિ સંભાજીનગર (પશ્ચિમ)ના વિધાનસભ્ય સંજય શિરસાટ સાથે શિવસેનાના નેતા ભરત ગોગાવલે, પ્રતાપ સરનાઈક વગેરે નેતાઓનાં નામ છે. આ નામ પરથી શિંદેએ નવા અને જૂના ચહેરાને તક આપીને પક્ષમા સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું દેખાય છે.
મહાયુતિ સરકારનો ગત અઠવાડિયા શપથવિધિ પાર પડ્યો. તેમાં મુખ્ય મંત્રી સહિત બે ઉપ મુખ્ય મંત્રીએ શપથ લીધા. આ પછી મંત્રીમંડળ વિસ્તરણ રખડી પડવાથી વિરોધીઓ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. જોકે હવે સોમવારથી નાગપુરમાં શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનમંડળના શિયાળુ પત્રની પાર્શ્વભૂમાં આ વિસ્તરણ થવાની શક્યતા છે. આ સંબંધે રાજભવનમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

બીજી બાજુ શિવસેનાના 12 સંભાવ્ય મંત્રીઓની એક યાદી સામે આવી છે, જે અનુસાર શિવસેનાને 9 કેબિનેટ અને 3 રાજ્યમંત્રીપદ મળવાની શક્યતા છે. આ યાદીમાં અઢી વર્ષથી મંત્રીપદની પ્રતિક્ષા કરતા સંજય શિરસાટ અને ભરત ગોગાવલેનો સમાવેશ છે. એકનાથ શિંદેએ ભાજપ સાથે સત્તા રચી ત્યારથી આ બંને મંત્રીપદની રેસમાં હતા. જોકે આખર સુધી તેમને તક મળી નહીં. હવે તેમનું આ સપનું સાકાર થવાની શક્યતા છે.
આ સાથે પ્રતાપ સરનાઈક અને વિજય શિવતારેને પણ તક મળવાની શક્યતા છે. યાદીમાં દીપક કેસરકર, અબ્દુલ સત્તાર, સંજય રાઠોડ એમ ત્રણ માજી મંત્રીનાં નામ નથી. આથી ભાજપના વિરોધને કારણે આ ત્રણ મંત્રીને સ્થાન અપાયું નથી એવી ચર્ચા ચાલી રહી છે.
સંભાવ્ય મંત્રીઓની યાદી
એકનાથ શિંદે, સંજય શિરસાટ, ભરત ગોગાવલે, ઉદય સામંત, શંભુરાજ દેસાઈ, દાદા ભુસે, પ્રતાપ સરનાઈક, ગુલાબરાવ પાટીલ કેબિનેટ મંત્રી રહેશે. સંભવિત રાજ્ય મંત્રીઓમાં વિજય શિવતારે, યોગેશ કદમ, રાજેન્દ્ર યડ્રાવકર, પ્રકાશ આબિટકરનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન અજિત પવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુક્રવારે મળ્યા હતા. આથી મંત્રીમંડળ વિસ્તરણે ગતિ પકડી હોવાનું કહેવાય છે. ખુદ અજિત પવારે પણ મંત્રીમંડળ વિસ્તરણ શનિવારે થશે એમ કહ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
