પોલીસે પકડી પાડેલા પાકિસ્તાન પ્રેરિત આઈએસઆઈ- અંડરવર્લ્ડ ટેરર મોડ્યુલે બાંદરા પૂર્વમાં ગરીબનગર વિસ્તારમાં અનધિકૃત મસ્જિદ તોડી પાડવામાં સંકળાયેલા પોલીસ અને સલામતી બળોના જવાનો પર હુમલો કરવાની યોજના ધરાવતા હતા એવું બહાર આવ્યું છે.
દિલ્હી પોલીસે શનિવારે નેપાળી નાગરિક સહિત આઠ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમણે મુંબઈ, દિલ્હી અને અન્ય શહેરોમાં મહત્ત્વપૂર્ણ આસ્થાપનાઓ, સલામતી આસ્થાપનાઓ અને પોલીસ જવાનો પર હુમલો કરવાની યોજના બનાવી હતી. નોંધનીય છે કે 19થી 23 મે દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત ઝૂંપડાં તોડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન આ ઝુંબેશ દરમિયાન એક અનધિકૃત મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે અમુક તોફાનીઓ હિંસા પર ઊતરી આવ્યા હતા.

તેમણે પથ્થરમારો અને બોટલમારો પોલીસો પર કર્યો હતો, જેમાં 10 પોલીસ ઘાયલ થયા હતા. શકમંદોએ તોડકામ ઝુંબેશની રેકી કરી હતી. ઉપરાંત પોલીસ બંદોબસ્તના વિડિયો અને ફોટો પાકિસ્તાનમાં તેમના હેન્ડલરોને મોકલ્યા હતા, એમ મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
તોડકામ દરમિયાન બંદોબસ્તમાં કામે લાગેલા પોલીસ જવાનો અને હિંદુ સમુદાયના સભ્યો પર હુમલો કરવાની આતંકવાદીઓએ યોજના બનાવી હતી. આ કાવતરું પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, ગેન્ગસ્ટરો શાહઝાદ ભટ્ટી, યાવર ખાન અને છોટા શકીલના નજીકના સાગરીત મુન્ના ઝિંગાડાએ ઘડી કાઢ્યું હતું.દરમિયાન ચોક્કસ માહિતીને આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મુંબઈમાં કુર્લાથી સાજિદ મહેબૂબ શેખ ઉર્ફે અરબાઝ ખાન અને થાણે જિલ્લામાં મુંબ્રાથી તૌકીર રિઝવાન શેખની 27 મેના રોજ ધરપકડ કરી હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે આ બંનેએ સંભાવ્ય લક્ષ્ય તરીકે દાદર રેલવે સ્ટેશનની બહાર ગિરદીથી ભરચક પુલનો સર્વે કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
