
મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની તો દેશની આર્થિક રાજધાની છે. જો કે આ મુંબઈમાં જ સૌથી વધારે આર્થિક છેતરપિંડીના ગુના બન્યા હોવાનું બાબત પ્રકાશમાં આવી છે. મુંબઈ પછી પુણે દ્વિતિય ક્રમે છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં નોંધ થયેલા આર્થિક ગુનાના પ્રકરણ બાબતની માહિતી જાહેર થઈ છે. એમાં મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં આર્થિક છેતરપિડીંના કેટલા ગુના અને એમાં થયેલી છેતરપિંડીની રકમના આંકડા આપવામાં આવ્યા છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં કુલ 2 લાખ 19 હજાર 47 આર્થિક છેતરપિંડીના ગુના દાખલ થયા છે. આ પ્રકરણમાં છેતરપિંડી થયેલી કુલ રકમ 38 હજાર 872 કરોડ 14 લાખ જેટલી છે.

બીજા શહેરોમાં પરિસ્થિતિ
નાગપુર શહેરમાં આર્થિક છેતરપિંડીના 11 હજાર 875 ગુનાની નોંધ થઈ છે. નાગપુર ગ્રામીણનો આંકડો 1620 છે. નાગપુર જિલ્લામાં આર્થિક છેતરપિંડીથી નુકસાન થયેલી રકમ 1491 કરોડ 7 લાખ રૂપિયા છે. આવા ગુનાની સંખ્યા નાશિકમાં 9169 છે જેમાંથી 6381 ગુના નાશિક શહેરમાં અને 2788 ગુના નાશિક ગ્રામીણ ભાગમાં દાખલ થયા છે. એમાં નુકસાન થયેલી રકમ 1047 કરોડ 32 લાખ રૂપિયા છે. છત્રપતિ સંભાજીનગરમાં 6090 ગુનામાં 543 કરોડ 61 લાખ રૂપિયાની છેતરપિંડી તો અમરાવતી જિલ્લામાં 2788 ગુનામાં 223 કરોડ 59 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનું નિષ્પન્ન થયું છે. સોલાપુર જિલ્લામાં 3457 ગુનામાં 394 કરોડ 54 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. બુલઢાણા (1531) ગુના, ચંદ્રપુર (1792) અને લાતુર (1624)માં અનુક્રમે 239 કરોડ 19 લાખ, 175 કરોડ 39 લાખ અને 240 કરોડ 45 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
