
મુંબઈમાં કુર્લા ખાતે બેસ્ટ બસનો અકસ્માત થયો હતો જેમાં 8 જણના મૃત્યુ થયા તો અનેક જણ જખમી થયા હતા. આ અકસ્માતની ઘટના તાજી છે ત્યાં ફરીથી બસની એક ભયાનક ઘટના બનતી બનતી રહી ગઈ છે. અંધેરીની ખાનગી બસનો ડ્રાઈવર અને ક્લિનર દારૂના નશામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને પિકનિક પર નીકળ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મુંબઈ અંધેરી પૂર્વના ખાનગી બસ ડ્રાઈવર આ કારનામુ કર્યું છે. દારૂના નશામાં બસ અંધેરી-કુર્લા રોડ પર વાંકીચૂંકી ચાલતી હોવાથી પરિવહન પોલીસે બસ રોકી હતી. સહાર પરિવહન પોલીસે બસ રોકાવ્યા પછી બસ ડ્રાઈવર અને ક્લિનર બંને દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે સમયસર બસ રોકતા મોટો અનર્થ ટળ્યો હતો.

સાકીનાકા યોગીરાજ શ્રીકૃષ્ણ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને આ ખાનગી બસ ગોરાઈ ખાતે પિકનિક માટે મંગળવારે સવારના 9.30 વાગ્યે નીકળી હતી. આ બસમાં યોગીરાજ સ્કૂલમાં 40 થી 50 બાળકો હતા. દારૂના નશામાં ડ્રાઈવર હોવાથી અંધેરી-કુર્લા રોડ પર બસ વાંકીચૂંકી ચાલતા પરિવહન પોલીસે બસ રોકી હતી. એ પછી પોલીસે તપાસ કરતા ડ્રાઈવર અને ક્લિનર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. એ પછી પરિવહન પોલીસે બસ તાબામાં લીધી અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાલીઓને બોલાવ્યા હતા. હવે બસ ડ્રાઈવર અને ક્લિનર પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
