
રવિવાર, 19મી જાન્યુઆરીએ યોજાનારી ટાટા મુંબઈ મૅરેથન ફરી એકવાર જીતી લેવા માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયનો મક્કમ છે અને તેઓ જ ફરી વિજેતા બનશે એવો તેમને દૃઢવિશ્વાસ છે. 2024ની મુંબઈ મૅરેથનમાં પુરુષ તથા મહિલા વર્ગમાં અનુક્રમે ઇથોનિયાનો હેઇલ લેમી બેર્હાનુ અને તેના જ દેશની ઍબર્શ મિન્સેવો વિજેતા બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે લેમી આ મૅરેથનમાં વિજેતાપદની હૅટ-ટ્રિક કરવા દૃઢ છે. નવાઈની વાત એ છે કે 42 કિલોમીટરની મુખ્ય મૅરેથનની મેન્સ એલીટ કૅટેગરીમાં માત્ર બે દેશના જ કુલ 17 રનર ભાગ લેવાના છે. એમાંથી 15 રનર ઇથોપિયાના અને બે રનર કેન્યાના છે.

મહિલાઓના વર્ગમાં પણ ઇથોપિયાનું પ્રભુત્વ જોવા મળશે. મુખ્ય મૅરેથનમાં મહિલા વર્ગમાં 19 રનર ઇથોપિયા અને કેન્યાની છે. 19માંથી 17 રનર ઇથોપિયાની અને બે રનર કેન્યાની છે.
મુંબઈ મૅરેથનમાં વિજયની હૅટ-ટ્રિક નોંધાવીને નવો ઇતિહાસ રચવા ઇથોપિયાનો લેમી થનગની રહ્યો છે એનું બીજું કારણ એ છે કે 2024ના વર્ષમાં તેણે જે ત્રણ મોટી મૅરેથન (મુંબઈ, બર્લિન, પ્રાગ)માં ભાગ લીધો હતો એ ત્રણેયમાં તે જીત્યો હતો અને એ વિજયકૂચ તે અહીં મુંબઈમાં જાળવી રાખવા માગે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
