
ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેનાના મંત્રીના વિભાગના અનેક નિર્ણયો સામે સ્ટે આપ્યા પછી, શિંદે સરકારના કાર્યકાળના ટેન્ડરો રદ કર્યા પછી હવે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રીને મોટો આંચકો આપ્યો છે. અજિત પવારના નિકટવર્તી દત્તા ભરણેના અલ્પસંખ્યા વિકાસ મંત્રાલયે એક શૈક્ષણિક સંસ્થાને અલ્પસંખ્યા દરજ્જો આપ્યો હતો, જેની સામે ફડણવીસે સ્ટે આપ્યો છે.
યવતમાળ જિલ્લાની આ શૈક્ષણિક સંસ્થાને ભરણેના વિભાગે અલ્પસંખ્યા દરજ્જો આપ્યો હતો. તેની સામે શિંદે જૂથના મંત્રી સંજય રાઠોડે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ફડણવીસે ભરણેના નિર્ણય સામે સ્ટે આપ્યો છે. અલ્પસંખ્યાક દરજ્જો આપતી ડિજિટલ સહી ધરાવતું પ્રમાણપત્ર જોઈતું હોય તો શૈક્ષણિક સંસ્થાએ ઓનલાઈન અરજી કરવી એવો આદેશ સરકારે કાઢ્યો છે. આથી હવે અલ્પસંખ્યાક દરજ્જો મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાએ ઓનલાઈન અરજી કરવાનું અનિવાર્ય રહેશે.
ધાર્મિક અને ભાષાના આધાર પર અલ્પસંખ્યાક શૈક્ષણિક સંસ્થાઓને અલ્પસંખ્યાક દરજ્જો મેળવવા માટે આપલે સરકાર પોર્ટલ પર નોંધણી કરવી પડે છે. સરકારે અલ્પસંખ્યાક દરજ્જો મંજૂર કર્યા પછી સંસ્થાઓને ઓનલાઈન પ્રમાણપત્ર મળે છે. 2017થી આ પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ આ પ્રક્રિયા અનિવાર્ય હતી. આથી ઓફફલાઈન અરજી પણ કરાતી હતી.

ઓફફલાઈન પ્રક્રિયામાં અનેક ત્રુટિ
20 ફેબ્રુઆરીએ ફડણવીસ સરકારે એક આદેશ જારી કર્યો. તે મુજબ ઓનલાઈન પ્રક્રિયા અનિવાર્ય કરવામાં આવી. ઓફફલાઈન પ્રક્રિયામાં અનેક ત્રુટિ અને અનિયમિતતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો. ઓફફલાઈન પ્રક્રિયા દ્વારા અલ્પસંખ્યાક દરજ્જો મેળવનારી સંસ્થા સરકારી લાભ લેતી હતી. જોકે તેમની કોઈ નોંધ સરકાર પાસે નહોતી. આથી જ ઓનલાઈન પ્રક્રિયા અનિવાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એમ સરકારે આદેશમાં જણાવ્યું છે.
ડિજિટલ પ્રમાણપત્ર લેવાનું અનિવાર્ય
જુલાઈ 2017 પૂર્વે અલ્પસંખ્યાક દરજ્જો મળેલી સર્વ સંસ્થાઓએ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરવી. આ સર્વ સંસ્થાઓએ આગામી 6 મહિનામાં ડિજિટલ સહી ધરાવતું અલ્પસંખ્યાક પ્રમાણપત્ર લેવાનું અનિવાર્ય છે, એમ આદેશમાં જણાવાયું છે.
સંસ્થા સામે શા માટે વિરોધ ઊઠ્યો
યવતમાળ જિલ્લાના દારવ્હામાં એક શૈક્ષણિક સંસ્થાએ અલ્પસંખ્યાક દરજ્જો મેળવ્યો. હિંદી અલ્પસંખ્યાક દરજ્જો મેળવનારી સંસ્થાના વ્યવસ્થાપન સમિતિ પર મોટા ભાગના સભ્ય મરાઠી ભાષિક હોવાની બાબત શિવસેનાના મંત્રી સંજય રાઠોડે ફડણવીસના ધ્યાનમાં લાવી દીધી હતી. આ પછી ફડણવીસ સરકારે આ આદેશ જારી કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
