
મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવવાને કારણે માતા દ્વારા ઠપકો અપાયા પછી ઘર છોડીને ભાગી ગયેલી 15 વર્ષની કિશોરીની લાશ નવ દિવસ પછી ખાડીમાંથી મળી આવી છે. આ ઘટના થાણે જિલ્લામાં ડોંબિવલી વિસ્તારમાં બની છે.
કિશોરી ડોંબિવલી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. 5 ડિસેમ્બરે તેની માતાએ તેને ઠપકો આપ્યો કે તેણે મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવવો નહીં જોઈએ. તેને બદલે તેણે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. આવેશમાં કિશોરી ઘર છોડીને ચાલી ગઈ હતી, એમ ડોંબિવલીમાં વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેનો કોઈ પત્તો નહીં મળતાં પરિવારના સભ્યોએ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં તે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્યાર પછી અપહરણના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

દરમિયાન 5 ડિસેમ્બરે પોલીસને એક સંદેશ મળ્યો હતો કે એક કિશોરીએ ડોંબિવલીમાં મોટાગાવ પુલ પરથી ખાડીમાં ઝંપલાવી દીધું છે. જોકે તે સમયે કશું મળ્યું નહોતું. આખરે શનિવારે બપોરે સતર્ક નાગરિક દ્વારા જાણ કરાતાં પોલીસ ખાડી પાસે પહોંચી હતી, જ્યાં મળેલી લાશ ગુમ કિશોરીની જ હોવાનું સ્થાપિત થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
