
વૈશ્વિક મહિલા દિવસને ધ્યાનમાં લેતાં મુંબઈ મહારાષ્ટ્ર સાથે દેશવિદેશમાં મહિલાઓને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એમ્બાર્ક મોટરવર્લ્ડ દ્વારા ‘‘ધ બોલ્ડ રુટ’’ મહિલા માટેની વિશેષ સેલ્ફ- ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કર્યું હોઈ તેને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના માર્ગ સુરક્ષા અભિયાન 2025 અંતર્ગત પીઠબળ મળ્યું છે, એમ ભાજપના મુંબઈ ઉપાધ્યક્ષ વિધાનસભ્ય પ્રસાદ લાડે જણાવ્યું હતું. દાદર સ્વામિનારાયણ સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં એમ્બાર્કનાં સંચાલિકા નીતા લાડ, મેધા જોસેફ અને સુજલ પટવર્ધન હાજર હતાં.આ મહિલાઓને 8 માર્ચે વૈશ્વિક મહિલા દિવસે કાશ્મીરથી કન્યાકુમારી પોતે સ્કોડા કાર ચલાવીને હાઈવે પરથી અનોખા પ્રવાસની શાનદાર અવિસ્મરણીય આનંદ મળશે.

મહિલાઓ માટે સેલ્ફ- ડ્રાઈવ ઝુંબેશ મહિલાઓને સાહસ, આત્મસન્માન અને નિર્ભરતાની નવી ક્ષિતિજો સર કરવાની તક આપે છે. તેમને ભારત સાથે વૈશ્વિક સ્તરે રોમાંચક પ્રવાસનો અનુભવ કરવા મળે છે, સુરક્ષિત અને સમાવેશક રસ્તા પ્રવાસને ગતિ મળે તે માટે આ અનોખો ઉપક્રમ 8 માર્ચ, 2025ના રોજ વૈશ્વિક મહિલા દિવસે યોજાઈ રહ્યો છે.આ સાહસિક ઝુંબેશનો પ્રથમ પર્વ કાશ્મીરથી કન્યાકુમારી ઓલ- વુમન્સ ડ્રાઈવને સ્કોડાનો સાથ મળ્યો હોઈ આ પ્રવાસમાં 50થી વધુ નિર્ભય મહિલા 3700 કિમી અંતરનો રોમાંચક પ્રવાસ કરશે. કાશ્મીરની નયનરમ્ય ખીણથી ભારતના દક્ષિણ ખૂણા સુધી- કન્યાકુમારી સુધી આ ઐતિહાસિક ઝુંબેશ માટે 25 સર્વોત્તમ સ્કોડા વાહનોનો કાફલો તેમના સાથે હશે.
મહિલા સશક્તિકરણનું અનોખું પગલું : પ્રસાદ લાડે જણાવ્યું હતું કે આ મહિલાઓના સશક્તિકરણ માટે એક અનોખું પગલું છે.
અમે આ ઝુંબેશની સફળતા જોવા ઉત્સુક છીએ. આ ઐતિહાસિક ઝુંબેશને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીની માર્ગ સુરક્ષા અભિયાન 2025 અંતર્ગત પીઠબળ છે. રાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત અને સમાવેશક રસ્તાઓની દ્રષ્ટિથી આ ઝુંબેશ ફક્ત એક પ્રવાસ નહીં હોઈ મહિલાઓ માટે સશક્તિકરણનો નક્કર સંદેશ છે.

સમૂહ પ્રવાસની સંકલ્પના બદલશે
મહિલા ઉદ્યોજક, વ્યાવસાયિક, સાહસિક પ્રવાસી અને પ્રભાવશાળી વ્યક્તિઓ એકત્ર આવીને સમાજની જૂની કલ્પના તોડી નવા આત્મવિશ્વાસ સાથે મહિલાઓની વ્યક્તિગત અને સમૂહ પ્રવાસની સંકલ્પના બદલશે એમ એમ્બાર્ક મોટરવર્લ્ડનાં સંચાલિકા મેધા જોસેફે જણાવ્યું હતું. મહિલા સશક્તિકરણની આ ઝુંબેશમાં ગૃહિણીઓ, ડોક્ટરો, વકીલો, પ્રોફેસર, શિક્ષણ, વેપાર ક્ષેત્રની મહિલાઓ, રેલી ડ્રાઈવર મહિલાઓ ભાગ લેશે. સ્કોડા ઓટો ઈન્ડિયાનાં બ્રાન્ડ સંચાલક પીટર જાનેબાએ જણાવ્યું કે 2025 સ્કોડા ઓટો માટે મહત્ત્વનું વર્ષ છે, કારણ કે અમે વૈશ્વિક સ્તરે 130 વર્ષનો અને ભારતમાં 25 વર્ષનો પ્રવાસ ઊજવી રહ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
