September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

સ્પેશ્યલ ફીચર : ટ્યુનિંગ ફૉર્ક – જ્યારે સ્પંદનોથી થાય ઇલાજ

દરેક ધ્વનિમાંથી અમુક વિશિષ્ટ પ્રકારના તરંગો બનતા હોય છે. અને આ તરંગોથી ઇલાજ કરવાની પ્રાચીન પરંપરા ફરી એક વાર ચર્ચામાં છે. મંત્રવિજ્ઞાન પ્રભાવશાળી સાઉન્ડ વાઇબ્રેશન્સનું જ પ્રમાણ છે. જોકે જાતજાતની ફ્રીક્વન્સી હીલિંગની પદ્ધતિઓમાં ભારતમાં હજીયે ઓછા જાણીતા એવા ઍલ્યુનિમિયમના ચીપિયા જેવા સાધનથી તરંગો ઉત્પન્ન કરીને એનાથી શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કઈ રીતે થાય છે એનો પ્રત્યક્ષ અનુભવ જાણી લો.

કલ્પના કરો કે તમે ટ્રાફિકની વચ્ચોવચ છો. ચારેય બાજુથી કર્કશ હોર્નના અવાજ અને લોકોના બુમબરાડાનો ત્રાસ થઈ રહ્યો છે. આ બધા જ અવાજોના અતિરેકથી ક્યાંક ને ક્યાંક તમારો મૂડ પણ ખરાબ થઈ ગયો છે. થોડીક જ ક્ષણમાં તમે તમારી ગાડીમાં બેસો છો. એટલામાં જ કારના મ્યુઝિક પ્લેયરમાં એક સુંદર ગીતનો નાદ સંભળાય છે. ધીમે-ધીમે તમારું મન શાંત અને મૂડ ફરી તાજો થઈ રહ્યો છે અને ઘરે પહોંચતાં સુધીમાં તો હોર્નના કર્કશ અવાજને કારણે મનમાં આવેલી ખિન્નતા ક્યાંય ભુલાઈ ગઈ અને મનમાં એ મનગમતા ગીતના બોલ ગણગણતા તમે ઘરની અંદર પ્રવેશો છો.

હવે વિચાર કરો કે જેનાથી તમે ખિન્ન થયા હતા એ હોર્નનો કર્કશ, પણ હતો તો અવાજ જ અને જે ગીતે તમને મોજમાં લાવી દીધા એ મ્યુઝિક પ્લેયર પર સાંભળેલો કર્ણપ્રિય નાદ પણ અવાજ હતો. પ્રિયજનનો અવાજ સાંભળો અને તમારા બત્રીસ કોઠે દીવા થયા હોય એવો અનુભવ થાય તો ક્યારેક કોઈક બોલતુ હોય ત્યારે તેના અવાજથી ચિડાઈને આ બંધ ક્યારે થશે એવો વિચાર આવી જાય. આ જ પ્રમાણ છે કે સાઉન્ડની એક ચોક્કસ અસર આપણા તન અને મન પર પડે છે. શરીરનાં કેમિકલ્સ એટલે કે હોર્મોન્સના પ્રમાણમાં હલચલ કરવાની અને એનાથી આપણા શરીરની અને મનની પ્રવૃત્તિઓમાં ઊથલપાથલ કરાવવાની ક્ષમતા પણ આ અવાજમાં છે. આ વાત આપણા પૂર્વજો જાણતા હતા અને એટલે જ મંત્રોની ભેટ આપણા ઋષિમુનિઓ તરફથી આપણને મળી છે.

મંત્રવિજ્ઞાનનો પાયો એ વિશિષ્ટ ધ્વનિ તરંગોની થતી પ્રભાવશાળી અસર પર જ ટકેલો છે. સાઉન્ડની અસરને વૈજ્ઞાનિક દષ્ટિએ પણ ચકાસવામાં આવી અને સંશોધકોએ એના ઊંડાણમાં જઈને ફ્રીક્વન્સીનું વિજ્ઞાન શોધી કાઢ્યું. દરેક અવાજ એક વાઈબ્રેશન એટલે કે સ્પંદન પેદા કરે છે અને દરેક સ્પંદન એક વિશિષ્ટ આવર્તન એટલે કે ફ્રીક્વન્સી જનરેટ કરે છે. આ ફ્રીક્વન્સી સાથે જોડાયેલી જાતજાતની ઉપચાર પદ્ધતિઓ આજકાલ જાણીતી બની રહી છે. એમાંથી ભારતમાં બહુ જ ઓછા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ટ્યુનિંગ ફોર્ક નામના ઍલ્યુમિનિયમના ચીપિયા જેવાં સાધનોથી સીધી જ અમુક પ્રકારની ફ્રીક્વન્સી જનરેટ કરીને ઇલાજ કરવાની પદ્ધતિને ઘાટકોપરના ચૈતાલીબેન છેલ્લા 6 મહિનાથી અનુસરી રહ્યા છે. ભારતમાં જ બનતા ટ્યુનિંગ ફોર્કનો હીલિંગના સાધન તરીકે ઉપયોગ કરનારા લોકો આપણે ત્યાં ભાગ્યે જ છે, જેમાંના ચૈતાલીબેન એક છે. સાઉન્ડ ફ્રીક્વન્સીની દુનિયામાં છેલ્લા થોડાક સમયથી જાણીતો બનેલો ટ્યુનિંગ ફોર્ક શું છે અને એ કઈ રીતે કામ કરે છે એ વિષય પર ચર્ચા કરીએ.

શું ફાયદા થાય?
આખી દુનિયામાં તમે જે પણ જુઓ છો એ બધામાં જ ફ્રીક્વન્સી છે. અંદર અને બહાર એમ બન્ને દુનિયામાં ફ્રીક્વન્સીનું મહત્ત્વ છે. બટરફ્લાય ઈફેક્ટ તરીકે જાણીતી એક થિયરી કહે છે કે અમુક ફ્રીક્વન્સીમાં બટરફ્લાયનું ફફડવું લાંબા ગાળે દુનિયામાં ધરતીકંપ લાવવા સમર્થ છે. નોબેલ વિજેતા વૈજ્ઞાનિકોએ કરેલી આ શોધ એ સમજાવવા પૂરતી છે કે ફ્રીક્વન્સીનો પાવર શું હશે. અમીષા કહે છે, `કેન્સરના, કિડનીના દરદીઓમાં બે કે ત્રણ સેશનમાં અમને અદ્ભુત અને અકલ્પનીય પરિણામ મળ્યા છે. પહેલાં અને પછીના રિપોર્ટના પુરાવા અમારી પાસે છે. આજકાલ ગ્રહોની ખરાબ ઈફેક્ટને નિવારવામાં મદદ કરનારી પ્લેનેટરી ફ્રીક્વન્સી આવી ગઈ છે. સૂર્ય વીક હોય કે મંગળ વીક હોય તો એનો ઈલાજ પણ હીલિંગથી શરૂ થયો છે. હોર્મોનલ લેવલ પર બહુ સારું અને પરિણામ મળ્યું છે. જેમ કે ડાયાબિટીઝના દરદીના કેસ છે અમારી પાસે. હાઈ બ્લડ-પ્રેશરમાં ઉપયોગી છે. દુઃખાવામાં તાત્કાલિક રિઝલ્ટ મળે છે. એન્ટિએજિંગ થેરપી તરીકે પણ આ ફ્રીક્વન્સી હીલિંગ ઉપયોગી છે. આપણા બ્રેઈનના થેટા વેવને પ્રભાવિત કરનારાં અમુક હીલિંગ સાઉન્ડ વાઇબ્રેશન્સ પણ થેરપીમાં વપરાય છે, જે સબકોન્શિયસમાં પડેલાં ડર, ગુસ્સો, ગિલ્ટ વગેરે ઈમોશન્સને દૂર કરવામાં, ઓરા ક્લેન્સિંગ કરવામાં, આપણા શરીરનાં ચક્રોને સંતુલિત કરવામાં આ થેરપીનો ઉપયોગ અદ્ભુત રીતે મેં કર્યો છે અને ખૂબ સારાં રિઝલ્ટ પણ મળ્યાં છે.’

અવાજ અને આવર્તન
એક હાઉસવાઈફ તરીકે ચૈતાલીબેન આજના મેડિકલ યુગમાં દવાઓના ઓપ્શન તરીકે ટ્યનિંગ ફોર્કની થેરેપીને અપનાવી દર્દીઓના ઈલાજ કરી રહ્યા છે. ચૈતાલીબેન રેકી થેરેપીના પણ નિષ્ણાત છે. પણ એમાં જ સાઉન્ડ હીલિંગ અને ફ્રીકન્સી હીલિંગ વિશેની તેને ખબર પડી. સાઉન્ડ વાઈબ્રેશન્સ અને ફ્રીક્વન્સીની દુનિયા બહુ જ મેજિકલ છે એમ જણાવીને ચૈતાલીબેન કહે છે તાત્લાલિક તમારા શરીરમાં તમે અવાજના કારણે બદલાવ જોઈ શકો છો એનાથી વધારે એની ઈફેક્ટિવનેસનું શું પ્રમાણ હોઈ શકે? હજારો વર્ષોથી માત્ર વાઈબ્રેશન્સથી ઈલાજ થતો આવ્યો છે. વેસ્ટર્ન વર્લ્ડ અને ઈસ્ટર્ન વર્લ્ડ બંને જગ્યાએ એનાં પ્રમાણ મળે છે. જોકે ૧૯૭૦ના દશકમાં જપાનના સાયન્ટિસ્ટ ડૉ. જોસેફ પુલેઓએ આ સાઉન્ડ ફ્રીક્વન્સીને ગણિતના ચોકઠામાં મૂકીને ફ્રીક્વન્સીની શરીર પર શું અસર થાય છે તેના પર સંશોધન કર્યું તેમના થકી આપણને હીલિંગ ફ્રીક્વન્સીના આંકડા મળ્યા અને તેમના જ થકી આપણને હીલિંગ ફ્રીક્વન્સી પણ મળી, જે સોલ્ફેજીઓ ફ્રીક્વન્સી તરીકે પોપ્યુલર છે. હું જે ટ્યુનિંગ ફોર્ક નામનું ટૂલ વાપરું છું એના થકી આ છ જુદી-જુદી ફ્રીક્વન્સી જનરેટ કરીને વ્યક્તિની સમસ્યા મુજબ એનો ઇલાજ થાય છે. માત્ર શારીરિક કે માનસિક નહીં, પણ આપણા અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઈન્ડ પર પણ એની જોરદાર અસર થાય છે અને એટલે જ જે પરિણામ આવે છે એ લોન્ગ ટર્મ હોય છે.

ભારતીય સંસ્કૃતિ પ્રાણઊર્જાની વાત કરે છે એમ ચાઈનીઝ કલ્ચરમાં ચી એનર્જીની વાત આવે છે. ભારતીય કલ્ચરમાં જેમ પ્રાણઉર્જાનો ઉલ્લેખ આવે છે એમ ચાઈનીઝ લોકો ચી(qi)ની ચર્ચા કરે છે. ઊર્જાનું વહન જ્યાંથી થાય છે એ નાડીઓમાં જયારે બ્લોકેજિસ આવે અને ઊર્જાના નિરંતર વહેતા પ્રવાહમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે વ્યક્તિ બીમાર પડે છે. સાઉન્ડ એ સૂક્ષ્મ ઊર્જાના રૂપમાં સ્પંદનો જનરેટ કરે અને શરીરના અસ્તવ્યસ્ત થયેલા ઊર્જાતંત્રને ફરીથી પાટે ચડાવે. સાઉન્ડ વિજ્ઞાનમાં માત્ર આટલું જ સમજવાનું છે. જે બગડ્યું છે એને એનાથી જ સુધારો. ઊર્જાના સ્તરનો ઇલાજ અન્ય ઊર્જા થકી જ કરો.

કઈ રીતે કામ કરે?
એ તો સમજાયું કે ટ્યુનિંગ કોર્ક નામનું ચીપિયા જેવું સાધન ફ્રીક્વન્સી જનરેટ કરે, પણ કેવી રીતે? એનો જવાબ આપતાં ચૈતાલીબેન કહે છે, કે ‘બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય એટલે ઊર્જા ઉત્પન્ન થાય. મંદિરનો ઘંટ વગાડવા માટે ઘંટમાં ઓલા લોલક જેવા ભાગને ઘંટના છત્રી જેવા ભાગ સાથે અથડાવું પડે. એ જ રીતે ટ્યુનિંગ ફોર્કને એક ફોર્સ સાથે લાકડી જેવા સાધનથી હીટ કરાય એટલે એની સપાટી પર વિશિષ્ટ પ્રકારનું એની ફ્રીક્વન્સી મુજબનું વાઈબ્રેશન ક્રીએટ થાય. ઝણઝણાટી જેવો આ નાદ માત્ર વ્યક્તિને સંભળાવીને અને કેટલાક કેસમાં તેના જે-તે મેરેડિઅન્સ પર એને મૂકીને એ ભાગને વાઈબ્રેશન કરીને બ્લોક્ડ એનર્જી ચેનલ્સ ખોલવામાં આવે. એનું મેકિંગ એવું છે કે આ વાઇબ્રેશન્સ વિશિષ્ટ ફ્રીક્વન્સી અને તીવ્રતા સાથે વ્યક્તિને અનુભવાય. હોન વાઇબ્રેટ મોડ પર રાખો અને તમે ફીલ કરી શકો એમ ટ્યુનિંગ ફોર્કની થેરપીમાં પણ આ વાઇબ્રેશન્સને બહુ સ્ટ્રૉન્ગલી તમે ફીલ કરી શકતા હો છો.

ચૈતાલીબેન જોકે ટ્યુનિંગ ફોર્ક સાથે તિભેટના સિન્સિંગ બોલ, ડ્રમ સાઉન્ડ, ઢોલનો સાઉન્ડ એમ જુદા-જુદા પ્રકારનાં અનેક સાધનોનો ઉપયોગ પોતાના સેશન દરમ્યાન કરતી હોય છે. તે કહે છે, માત્ર એક વસ્તુનો એક જગ્યાએ લાભ થાય, પણ તમે એકસાથે ચાર-પાંચ વસ્તુને મર્જ કરીને ટ્રીટમેન્ટ કરો ત્યારે પરિણામ વધુ ઝડપી અને અસરકારક આવતું હોય છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us