
શ્રી પાલિતાણા ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજ (મુંબઈ) દ્વારા બૃહદ મુંબઈમાં રહેતા સૌ પાલિતાણાવાસી જૈનોના સ્નેહસંમેલનનું આયોજન રવિવાર, બાવીસમી ડિસેમ્બરે સવારે ૮.૩૦થી બપોરે બે વાગ્યા દરમ્યાન મુલુંડ (વેસ્ટ) માં આવેલા કાલિદાસ નાટ્ય મંદિરમાં કરવામાં આવ્યું છે. આ સ્નેહસંમેલનમાં સવારે ૮.૩૦થી ૯.૩૦ વાગ્યા દરમ્યાન નવકારશી, ૧૦ વાગ્યે દીપપ્રાગટ્ય બાદ સુનીલ સોનીના સથવારે ‘સૌરાષ્ટ્રની રસધારા’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ ધાર્મિક તથા કેળવણી પારિતોષિક વિતરણ, તપસ્વીઓનું બહુમાન, લાભાર્થી પરિવારોનું સન્માન, સમાજની વિશિષ્ટ પ્રતિભાઓનું અભિવાદન, પ્રાસંગિક વ્યક્તવ્યો તથા સંસ્થાકીય અહેવાલો રજૂ થશે. છેલ્લા સ્વરુચિ ભોજન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. મુંબઈમાં વસતા સમસ્ત પાલિતાણાવાસીઓને સપરિવાર પધારવા સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
