
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા બે દિવસમાં બે અલગ અલગ કેસમાં ગુજરાતના છ જણની રૂ. 12 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપીઓમાં સુરતના સચિન અને રાજકોટના રહેવાસીઓનો સમાવેશ થાય છે.
રવિવારે રાત્રે એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઈટ નં. એ-1353માંથી બેન્ગકોકથી મુંબઈ આવેલા ગુજરાતના બે તસ્કરોની રૂ. 8,15,50,000 કરોડના ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં રાજકોટમાં ઉપલેટામાં હરિકૃષ્ણ નગર ઢાંક માર્ગ પર રહેતા 26 વર્ષીય સાગર મરખીભાઈ વઢિયા અને નિગમ હસમુખ રાવળની ધરપકડ કરવામાં આવી હતી.
બંનેની ટ્રોલી બેગમાં ફૂડ પેકેટ્સ, બિસ્કિટ્સ પેકેટ્સ, ડ્રાઈ ફ્રૂટ્સનાં પેકેટ્સ અને કપડાં હતાં. તેની નીચે હાથીઓ અને બાંધણી ડિઝાઈન ધરાવતી બહુરંગી પ્રિંટેડ બેગો હતી, જેમાંથી એરટાઈટ પેકેટ્સમાં બેગ હતી, જેની તપાસ કરતાં તેમાંથી ઉક્ત આંતરરાષ્ટ્રીય મૂલ્યનો 8155 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો. આરોપીઓએ અગાઉ પણ આ રીતે ડ્રગ્સની દાણચોરી કરી હતી. તેઓ કોની પાસેથી આ ડ્રગ્સ લાવ્યા અને અહીં ભારતમાં ક્યાં પહોંચાડવાના હતા તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન શુક્રવારે રાત્રે સુરતના સચિન સ્થિત ચાર તસ્કરોની રૂ. 13,92,30,000ના હાઈડ્રોપોનિક વીડ (કેનાબિસ) નામે ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં સુરતના પારડી કાંદે સચિન ખાતે શિવનગર સોસાયટીમાં રહેતા પ્રવીણકુમાર અનિલકુમાર સિંહ (22), સૂરજ જિતેન્દ્ર ઉપાધ્યાય (23) (બંને ભાઓ છે અને દિલીપભાઈ છગનભાઈ પિપલિયાના પુત્ર હોવાનું કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું), ઉપરાંત આ જ સોસા.ટીમાં રહેતા શિવમ બલિંદ્ર યાદવ (નરેશભાઈ મનસુખભાઈ પંચાનીના પુત્ર) (20) તેમ જ મયંક બલરામ દીક્ષિત (સંજયભાઈ ગજીભાઈ મેંડપરાના પુત્ર) (23)નો સમાવેશ થાય છે. આરોપીઓ શુક્રવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એ-1353માં બેન્ગકોકથી મુંબઈ આવ્યા હતા. શંકાને આધારે તેમની તલાશી લેવામાં આવી હતી.
તગડા કમિશન માટે ડ્રગ્સની દાણચોરી
તેમની ટ્રોલી બેગમાં કપડાં, અમુક અંગત સામાન તેમ જ સિંગલ લેયર્ડ પાદર્શક પ્લાસ્ટિકનાં પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાંથી કેનાબિસ નામે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ તસ્કરોની પૂછપરછ કરતાં તેમણે મોટું કમિશન મળ્યું હોવાથી ડ્રગ્સની દાણચોરી કરવા માટે તૈયાર થયા હોવાની કબૂલાત કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ તસ્કરો દ્વારા અગાઉ પણ આ રીતે ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી હોવાની શક્યતા છે. તેઓ ડ્રગ્સ કયાંથી લાવે છે અને ભારતમાં લાવ્યા પછી ક્યાં વેચે છે, ગુજરાતમાં વેચે છે કે કેમ, અહીં તેમના અન્ય કોણ સાગરીત છે તે સહિતની વિવિધ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
