મુંબઈમાં ફૂટપાથ નાગરિકો, મહિલા, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પગપાળા પ્રવાસનો મૂળભૂત અધિકાર છે. અનધિકૃત ઝૂંપડાં, ભિખારીઓએ માંડેલો સંસાર, અનધિકૃત ફેરિયા અને આડેધડ પાર્કિંગ ઠેર ઠેર જોવા મળે છે. બોરીવલીમાં વસંત કોમ્પ્લેક્સ, ચિકુવાડી, લિંક રોડ વિસ્તારમાં પણ ફૂટપાથ પર આ જ રીતે વિવિધ અતિક્રમણને લીધે નાગરિકોને અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ મહાપાલિકા, પોલીસ, ટ્રાફિક વિભાગ આંખ આડા કાન કરતા હોવાથી અતિક્રમણ કરનાર બેફામ બની ગયા છે.
આથી સ્થાનિકો દ્વારા વસંત કોમ્પ્લેક્સ પરિસર કેસર આશિષ સોસાયટી ગેટ (લિંક રોડની બાજુ), લિંક રોડ, બોરીવલી પશ્ચિમ ખાતે 8 જૂને સવારે 10 વાગ્યાથી ફૂટપાથ મુક્તિ અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

વિસ્તારના વિધાનસભ્ય, માજી સાંસદ, નગરસેવકો, નેતાઓ, કાર્યર્તાઓ પણ સ્થાનિક સાથે આંદોલનમાં સહભાગી થશે. ઉપરાંત અંશુલ હાઈટ્સ, કલ્પવૃક્ષ ગાર્ડન, શિવ પારવતી, કેસર આશિષ, શિવસૃષ્ટિ, પદ્મબાઈ ચાલ સમિતિ વૃંદાવન, ક્રિશરાજ, સિદ્ધિવિનાયક અને ઓમ શ્રી ગણેશ સહિત 9 ઈમારતના રહેવાસીઓ ભાગ લેશે.
સુરક્ષિત, સ્વચ્છ અને અતિક્રમણમુક્ત ફૂટપાથ, ભિખારી મુક્ત ફૂટપાથ, ફેરિયા મુક્ત ફૂટપાથ, અનધિકૃત ઝૂંપડાં મુક્ત ફૂટપાથ અને વાહન મુક્ત રસ્તા આ સર્વ માગણીઓ માટે આંદોલન કરાશે, એમ સ્થાનિકોની સમિતિએ એક યાદીમાં જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
