તારીખ 8 ઓગસ્ટ 2026 ને શનિવારે શેઠ મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એચએસસી એસએસસી અને સીબીએસસી બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું ગુજરાતી માધ્યમના એસએસસીના 4 ,જુનિયર કોલેજના એચએસસી ના 16 વિદ્યાર્થીઓ જેમને 75% થી વધુ ગુણાંક મેળવ્યા અને અંગ્રેજી માધ્યમ સીબીએસસી બોર્ડમાં 69 વિદ્યાર્થી જેમણે 90% થી વધુ ગુણાંક મેળવ્યા તે બધા જ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ચાંદીનો સિક્કો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શેઠ કરમશી કાનજી અંગ્રેજી માધ્યમ ના પ્રાઈમરી અને પ્રિ પ્રાયમરીના વિવિધ સ્પર્ધા પરીક્ષામાં વિશેષ પરિણામ લાવનાર 9 વિદ્યાર્થીઓને પણ ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા


તેમજ શાળાના પ્રમુખશ્રી દિલીપભાઈ રવાણી અને ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રભાઈ ગો ગરી દ્વારા દર વર્ષે બંને માધ્યમના પ્રથમ ત્રણ આવનાર વિદ્યાર્થીઓને વિશેષ રોકડ રકમનું ઈનામ આપવામાં આવે છે . પ્રમુખશ્રી તરફથી વિષયવાર પ્રથમ આવનારને પણ રોકડ રકમ દ્વારા સન્માનિત કરવામાં આવે છે વિવિધ દાતાઓ શ્રી તરફથી પણ વિદ્યાર્થીઓને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે તે તમામ દાતાશ્રીઓનો આ તકે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો


વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વિદ્યાર્થીઓને પ્રેરક મનોબળ પૂરું પાડે છે સફળતા દ્વારા મળેલું સન્માન તેઓને જીવનની નવી પરીક્ષાઓ માટે પુરુષાર્થ કરવા કટિબદ્ધ બનાવે છે પ્રોત્સાહન પુરુષાર્થ અને પરંપરા નો ત્રિવેણી સંગમ જાળવતો સરસ્વતી સન્માન સમારોહ શાળાની આગવી ઓળખ છે.

આ સમારોહમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી CA કમલેશ ગજરીયા,ડોનર ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ પોપટ ,ટ્રસ્ટી શ્રી રાજેન્દ્ર ગોગરી મંત્રી CAનિકુંજ શેઠ,સભ્ય શ્રી વિશાલ રાંભીયા બંને માધ્યમની શાળાના આચાર્ય, કોલેજ કન્વીનર પ્રાથમિક વિભાગના બંને માધ્યમના આચાર્ય સન્માનિત વિદ્યાર્થીઓ વાલીગણ તેમજ શિક્ષક અને શિક્ષકેતર વર્ગ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ રંગભેર ઉજવાયેલ આ સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાની પરબ સમો બની રહ્યો.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
