વિશ્વ મહિલા દિનના અવસરે શનિવારે રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે તથા કૌશલ્યના વિકાસ રોજગાર ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વિભાગના મંત્રી મંગલ પ્રભાત લોઢાની ઉપસ્થિતીમાં “AI Unzipped” પુસ્તકનું વિમોચન કર્યુ હતું. મલબાર હિલ સ્થિત સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલા આ સમારોહમાં લેખિકા પ્રો. અપૂર્વા પાલકર, ડો. અમિત જાધવ, પ્રકાશક મંદાર જોગલેકર, ડૉ. રાજેન્દ્ર તલવાર, પ્ર. રજિસ્ટ્રાર, વગેરે હાજર રહ્યાં હતાં. આ પુસ્તક રતન ટાટા મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અપૂર્વા પાલકર દ્વારા લખવામાં આવ્યું છે.આ પ્રસંગે મુખ્ય મંત્રીએ લેખિકાને આ પુસ્તક લખવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે રતન ટાટા મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે ચલાવવામાં આવી રહેલી કોડ વિધાઉટ બેરિયર્સ, એઆઈ ઇનિશિયેટિવ વિથ માઇક્રોસોફ્ટની પણ પ્રશંસા કરી હતી,

જેમાં ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી રહી છે.કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પુસ્તકની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે “AI એ ભવિષ્યની તકોનું પ્રવેશદ્વાર છે અને મહિલાઓએ તેનો આત્મવિશ્વાસ સાથે ઉપયોગ કરવો જોઈએ. “AI Unzipped’ તેમને આ સફરમાં માર્ગદર્શન આપશે.” તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો કે તે ચોક્કસપણે તમામ મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને સંશોધકો માટે ઉપયોગી થશે જેઓ તેમના રોજિંદા કાર્યમાં AIનો ઉપયોગ કરે છે.
AI ને કારણે હવે બધું સરળ છે
“AI Unzipped” પુસ્તક, રોજિંદા કાર્યમાં કાર્યક્ષમતા વધારવા માટે AI ના ઉપયોગ, કૃત્રિમ બુદ્ધિ પાછળની નવીનતમ ટેકનોલોજી, ઔદ્યોગિક ક્ષેત્ર, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ, AI નો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો, અને AI માટે ૫૦૦ થી વધુ ઓપન સોર્સ ટૂલ્સ અને પ્રોગ્રામ્સ વિશે માહિતી પ્રદાન કરે છે. આ પુસ્તક બધી મહિલાઓ, વિદ્યાર્થીઓ અને લોકોને તેમના રોજિંદા કામમાં AI નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં ઉપયોગી થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
