મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર મહિલા અનામતના મુદ્દે મહત્ત્વપૂર્ણ રાજકીય પગલું ભરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે આવતા મહિને વિધાનમંડળનું વિશેષ સત્ર બોલાવવાની યોજના બનાવી હોવાનું સૂત્રો જણાવે છે. આ સત્ર દ્વારા મહિલા અનામતને સમર્થન આપતો ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવાનો ઉદ્દેશ છે.
હાલ સત્રની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ મંત્રાલય સ્તરે આ અંગેની તૈયારીઓ ઝડપી બની છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારો બિલ (131) રજૂ કર્યું હતું. આ સાથે સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા સુધારા સંબંધિત પ્રસ્તાવો પણ રજૂ થયા હતા. આ બિલો પર લોકસભામાં ત્રણ દિવસ સુધી ચર્ચા થઈ હતી. જોકે, મહિલા અનામત સંબંધિત સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી નહોતી, જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં મહિલાઓને અનામત આપવા માટે પ્રયાસ ચાલુ રાખવાની ખાતરી આપી હતી.

આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકાર રાજ્ય સ્તરે પોતાની રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મે મહિનામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવીને તમામ પક્ષોના વિધાનસભ્યોને મહિલા અનામત મુદ્દે પોતાનું વલણ વ્યક્ત કરવાની તક આપવામાં આવશે. આ સત્ર દરમિયાન મહિલા સશક્તિકરણ, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. સમક્ષ સરકાર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માગે છે. પરિણામે, આવનારા દિવસોમાં મહિલા અનામત મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.
ફડણવીસના વિપક્ષ પર પ્રહાર મુખ્ય મંત્રી ફડણવીસે આ મુદ્દે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ મહિલા અનામત મુદ્દે દંભી વલણ અપનાવી રહ્યો છે અને મહિલાઓના હિતો સાથે રાજકારણ કરી રહ્યો છે. બીજી તરફ, વિપક્ષે સ્પષ્ટતા કરી હતી કે મહિલા અનામત બિલ અગાઉ જ પસાર થઈ ચૂક્યું છે અને સરકાર નવા સુધારાઓના નામે મતવિસ્તારોના પુનર્ગઠનની યોજના બનાવી રહી છે.

રાજકીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ રાજ્ય સરકારના આ વિશેષ સત્રને રાજકીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સત્ર દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ થશે, સાથે જ મહિલા સંગઠનો અને જનતા
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
