મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના એમઆઈડીસી વાલુજ વિસ્તારમાં આવેલ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એમ એક વરિ પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હાલ ચોવીસ કલાક સામાન્ય પોલીસ સુરક્ષા પૂરી પાડી છે. સીજેપીનો મુદ્દો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હોવાથી તેમના ઘરે કોઈ ભીડ ન થાય તે સુનિશ્ચિત કરવા આ બંદોબસ્ત ગોઠવાયો છે. દિપકેના પરિવારને ધમકીઓ મળી હોવાથી રક્ષણ અપાયાની ચર્ચા પોલીસે નકારી કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ પોલીસ સ્ટેશનને આ સંદર્ભમાં કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. દિપકેના ઘર બહાર એક પોલીસ વાન સાથે કેટલાક પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ અગાઉ દિપકેના માતાપિતાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પુત્રએ આ ઓનલાઈન પાર્ટી શરુ કર્યા બાદ તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેઓ ઈચ્છે છે કે પુત્ર અમેરિકા છોડી સ્વદેશ પરત ફરે અને અહીં કોઈ કામ ધંધામાં લાગી જાય.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
