ઘાટકોપર અને કાંજુરમાર્ગ વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ગઈ કાલે સાયન તરફ જતી લેનમાં એક વાહનમાંથી રોડ પર ઑઇલ ઢોળાયું હતું જેને કારણે એની પાછળથી આવી રહેલાં કેટલાંક ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર સ્કિડ થયાં હતાં. જોકે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઘટના બાદ કેટલાક વાહનચાલકોએ સ્થાનિક લોકોની મદદ લઈ ત્યાં સાઈડમાં પથ્થર ગોઠવીને એટલો ભાગ કૉર્ડન કરી લીધો હતો જેથી મોટરિસ્ટો ત્યાં ડ્રાઇવ ન કરે. ત્યાર બાદ ફાયર-બ્રિગેડ અને પોલીસને એ વિશે જાણ કરવામાં આવી હતી જેમણે આવીને એ ઑઇલ પર માટી નાખીને રસ્તો ફરી એક વાર ખુલ્લો કર્યો હતો. જોકે એ દરમ્યાન ત્યાં વાહનો ધીમેથી પસાર થતાં હોવાને કારણે થોડી વાર માટે ટ્રાફિક જૅમની પરિસ્થિતિ જોવા મળી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
