September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મુલુન્ડવાસી યુવાનનું એક્સીડન્ટમાં મૃત્યુ થતા પરિવાર આઘાતમાં…

મુલુન્ડવાસી ધિરેન નાગપાલ નામક યુવાનનું એક્સીડન્ટમાં મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મુલુન્ડનો ૨૮ વર્ષીય ધિરેન નાગપાલ રાતના જમ્યા બાદ બહાર ચાલવા માટે ગયો હતો જે ત્યારબાદ ઘરે પરત ફરી જ ન શક્યો. ધિરેન ઘરે ન આવતા તેની મમ્મીએ નવઘર પોલીસ સ્ટેશનમાં મિસીંગની ફરિયાદ નોંધાવી હતી અને શનિવારે સાંજે ધિરેનની મમ્મીને તેમના પુત્રનું મુલુન્ડ પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ પાસે વાહનની ટક્કરથી મૃત્યુ થવાના ખબર મળતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

ધિરેનના પિતાનું છ વર્ષ પૂર્વે અવસાન થયું હતું અને તેની માતા એક નિવૃત્ત બેંક કર્મચારી છે અને ધિરેન તેમનો એકમાત્ર પુત્ર હતો. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને યુવકનું મોત નીપજાવવા બદલ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે.

કોપરી પોલીસના જણાવ્યા મુજબ તેમને સમાન વયની વ્યક્તિ ગુમ થઈ હોવાની ફરિયાદ મળી હતી તેથી તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાંથી વિગત લઈને ધિરેનના પરિવારનો સંપર્ક કર્યો હતો. અકસ્માત શુક્રવારે રાત્રે ૧૦.૪૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે થયો હતો. પોલીસનું માનવું છે કે ધિરેનએ કદાચ રસ્તો ઓળંગવાનો પ્રયાસ કર્યો હશે અને વાહને તેને ઉડાવ્યો હશે.

પોલીસ ધિરેનને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે ત્યાં પહોંચતા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અત્રેનું ટ્રાફિક સિગ્નલ કામ ન કરવાને કારણે નાગપાલનું મૃત્યુ થયું હતું. આ જ વિસ્તારમાં રહેતા નિવૃત્ત મનપા અધિકારીએ કહ્યું હતું કે રહેવાસીઓ ઘણાં વર્ષોથી સિગ્નલ માટે લડી રહ્યા હતા જે ત્રણ મહિના પહેલાં ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ તેને કાર્યરત કરવામાં આવ્યું નહોતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં ત્યાં અનેક અકસ્માતો થયા છે. પોલીસ હાલમાં વાહનને ટ્રેસ કરવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us