લાડકી બહેન યોજનાનો ગેરલાભ ૧૪ હજાર ૨૯૮ પુરુષોએ લીધો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે યોજનાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. હવે વિપક્ષે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સરકારે પણ આની ગંભીર નોંધ લીધી છે અને આ યોજના માટે અપાત્ર આ બધા પુરુષોને યોજનામાંથી બાકાત કર્યા છે.
આટલું જ નહીં, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ માહિતી આપી છે કે ૨૬.૩૪ લાખ મહિલાઓ આ યોજના માટે અપાત્ર છે. તપાસ બાદ આ મહિલાઓની અરજીઓ અપાત્ર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની ચકાસણી ચાલુ છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘મુખ્ય મંત્રી મારી લાકડી બહેન’ યોજના થોડા સમયમાં જ લોકપ્રિય બની ગઈ. આ યોજના હેઠળ દર મહિને લાભાર્થી મહિલાઓના ખાતામાં ૧૫૦૦ રૂપિયા સીધા જમા કરવામાં આવે છે.

આ યોજનાને રાજ્યભરની મહિલાઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જોકે આ યોજનાના લાભોનો દુરુપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અદિતિ તટકરેએ કહ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગે મુખ્ય મંત્રી લાડકી બહેન યોજના હેઠળ તમામ પાત્ર અરજીઓ ઓળખવા માટે સરકારી વિભાગો પાસેથી માહિતી માગી હતી. તે મુજબ, માહિતી અને ટેકનોલોજી વિભાગે માહિતી રજૂ કરી છે કે લગભગ 26.34 લાખ લાભાર્થીઓ અપાત્ર હોવા છતાં લાભ લઈ રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
