છેલ્લા ત્રણ મહિનામાં મેલેરિયાના 3177 અને ડેંગ્યૂના 1069 તો લેપ્ટોના 189 દર્દીઓ નોંધાયા છે. આ ત્રણ મહિનામાં મહાપાલિકાએ 5 લાખ 63 હજાર 382 લોકોનું સર્વેક્ષણ કર્યું અને 32 હજાર 158 જણના લોહીના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
મહાપાલિકાના અઙેવાલ અનુસાર ઈ વોર્ડમાં ભાયખલા, મદનપુરા, મજગામ, કે-પશ્ચિમ વોર્ડમાં નહેરુનગર, અંબોલી, જી-દક્ષિણ વોર્ડમાં બીડીડી ચાલ, સાસ્મિરા, એફ-દક્ષિણ વોર્ડમાં પરેલ, ભોઈવાડા, શિવરી અને એચ-પશ્ચિમ વોર્ડમાં હિલ રોડ, ટર્નર રોડ, પેરી ક્રોસ રોડ પરિસરમાં મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારો દેખાયો છે.
તેથી આ ભાગના નાગરિકોએ વિશેષ તકેદારી રાખવી એવી હાકલ મહાપાલિકાએ કરી છે. ચોમાસામાં ગયા વર્ષે આ જ સમયગાળામાં મેલેરિયાના 2852 દર્દી હતા જે આ વર્ષે 3177 થયા છે. એટલે કે એક વર્ષમાં મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ લેપ્ટોસ્પાયરોસીસના દર્દી ગયા વર્ષે 322 હતા જે આ વર્ષે 189 છે. એફ-ઉત્તર, એમ-પૂર્વ, ટી, કે-પૂર્વ અને જી-ઉત્તર વોર્ડના વિવિધ પરિસરમાં લેપ્ટોસ્પાયરોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

3 હજારથી વધુ ઠેકાણે એનાફિલિસ મચ્છર
મચ્છરની ઉત્પતિ રોકવા મેલેરિયા નિયંત્રણ ટીમે કૂવા, પાણીની ટાંકીઓ, સ્વીમિંગ પૂલ વગેરે ઠેકાણે 17 હજાર 793 ઉત્પતિસ્થાન તપાસ્યા. એમાંથી 3 હજાર 319 ઠેકાણે એનાફિલિસ મચ્છરના ઉત્પતિસ્થાન મળ્યા. એ સાથે જ 18 હજાર 568 ઈમારતોના પરિસરમાં અને 3 લાખ 18 હજાર 803 ઝૂંપડાઓમાં મહાપાલિકાએ ધુમાડાની ફવારણી કરી છે.
11 હજારથી વધુ ઠેકાણે એડીસ મચ્છર
આ વર્ષે ડેંગ્યૂના દર્દીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. જૂન-જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ગયા વર્ષે 1217 દર્દી હતા અને આ વર્ષે 1079 દર્દી નોંધાયા છે. જો કે ડેંગ્યૂના મચ્છરની ઉત્પતિ રોકવી મોટો પડકાર યથાવત છે. મહાપાલિકાએ 4 લાખ 74 હજાર 341 ઉત્પતિસ્થાન તપાસ્યા. એમાંથી 11 હજાર 227 ઠેકાણે એડીસ મચ્છરની ઉત્પતિ મળી. ઉપરાંત છાપરાઓ અને પ્રાંગણમાંથી 674 ટાયર અને 25 હજાર 860 ભંગારની વસ્તુઓ હટાવવામાં આવી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
