
છત્રપતિ શિવાજી મહારાજ ઈંટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટનું અંતર બે કલાકના બદલે ફક્ત 30 મિનિટમાં પાર કરી શકાય એ માટે મેટ્રો-8 રૂટ બાંધવામાં આવશે. એમએમઆરડીએ અને સિડકો દ્વારા આ રૂટ તૈયાર કરવામાં આવશે.
જો કે આ રૂટ બાંધવાનું કામ બંનેમાંથી કોઈ એક યંત્રણા તરફથી થાય એવી ભૂમિકા થોડા મહિના પહેલાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધી હતી. જો કે એના પર અંતિમ નિર્ણય લેવાયો નહોતો. હવે નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. તેથી મુખ્યમંત્રી આ જવાબદારી કોને સોંપે છે એના પર બધાનું ધ્યાન છે.

એમએમઆરડીએના 337 કિલોમીટર મેટ્રો પ્રકલ્પોમાંથી મેટ્રો-8 ઘણો મહત્વનો રૂટ છે. આ રૂટ મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ એરપોર્ટને જોડશે. આ અંતર બે કલાકના બદલે ફક્ત 30 મિનિટમાં પાર કરી શકાશે. તેથી આ રૂટ તૈયાર કરવાની દષ્ટિએ સિડકો અને એમએમઆરડીએએ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી છે. મૂળ નિર્ણય અનુસાર 35 કિલોમીટરનો રૂટ એમએમઆરડીએ અને સિડકો દ્વારા બાંધવામાં આવશે. નવી મુંબઈ પરિસરમાં રૂટ સિડકો તરફથી અને મુંબઈ પરિસરના ભાગમાં એમએમઆરડીએ બાંધશે. એ અનુસાર મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટથી માનખુર્દ 10.01 કિમી મેટ્રો-8 રૂટનો તબક્કાની વિગતવાર રૂપરેખા એમએમઆરડીએએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસે તૈયાર કરાવ્યો છે. સિડકોએ માનખુર્દથી નવી મુંબઈ એરપોર્ટ સુધીના રૂટની રૂપરેખાની જવાબદારી અર્બન માસ ટ્રાન્ઝિટ કંપનીને સોંપી છે. જો કે હજી આ રૂટ બાંધવાની દષ્ટિએ કોઈ અંતિમ નિર્ણય થયો નથી.
શરૂઆતમાં સિડકો અને એમએમઆરડીએ તરફથી આ રૂટ બાંધવામાં આવે એમ નક્કી કરવામાં આવ્યું હતું. જો કે વિધાનસભા ચૂંટણી પહેલાં આ પ્રકલ્પ પૂર્ણપણે એક જ યંત્રણાને સોંપવાની દષ્ટિએ રાજ્ય સરકારે એક બેઠક લીધી હતી. આ બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ રૂટ બાંધવાનું કામ સંપૂર્ણપણે એમએમઆરડીએને સોંપવા પ્રાધાન્ય આપ્યું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
