
વરલીમાં પૂનમ ચેમ્બર્સ ઈમારતમાં રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પ્રોડકશન સ્ટુડિયોના બીજા માળે રવિવારે સવારે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ચાર કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગમાં ચોક્કસ કેટલું નુકસાન થયું છે અને તેનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.રવિવારે સવારે 11.39 કલાકે વરલીમાં એની બેસન્ટ રોડ પર એટ્રિયા મોલની સામે પૂનમ ચેમ્બર્સના બીજા માળ પર આગ ફાટી નીકળી હતી. સાત માળની આ ઈમારતના બીજા માળ પર કથિત પ્રોડકશન સ્ટુડિયો આશરે 13,000 ચોરસફૂટમાં ફેલાયેલો છે.

ખાસ કરીને આગ લાગ્યા પછી આખી ઈમારતમાં કાળોડિબાંગ ધુમાડો ફેલાઈ ગયો હતો. ઈમારતની બહારના ભાગમાં કાચની ફેકેડ્સ હોવાથી ધુમાડો અંદર ભેગો થઈ ગયો હતો, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.ફાયર બ્રિગેડ દ્વારા બપોરે 3.23 વાગ્યે આગ બુઝાવવામાં આવી હતી. સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. ખાસ કરીને રવિવારની રજા હોવાથી ઈમારતમાં ઝાઝા લોકો નહોતા, જેને કારણે પણ મોટી હાનિ ટળી એમ કહી શકાય એમ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
