મુલુંડ-વેસ્ટમાં પી. કે. રોડ પર ફુટપાથ પર બાંધવામાં આવેલું બસ-સ્ટૉપ ફુટપાથના કામને કારણે આશરે છ મહિના પહેલાં કાઢી નાખવામાં આવ્યું હતું. એ સમયે બસ-સ્ટૉપને રાખવા માટે બીજી જગ્યા ન હોવાથી એને ફુટપાથ પર જ સાઇડમાં રાખી દેવામાં આવ્યું હતું. જોકે હવે ફુટપાથનું કામ પૂરું થઈ ગયું હોવાનો દાવો છેલ્લા એક મહિનાથી બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કર્યો છે, પણ આ બસ-સ્ટૉપને પાછું અહીં લગાડવાની તસ્દી BMCએ લીધી નથી. ફુટપાથ પર પડેલા આ બસ-સ્ટૉપને કારણે રાહદારીઓને મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે.

પી. કે. રોડ પર એકમાત્ર બસ-સ્ટૉપ આવેલું છે. BMCએ છ મહિના પહેલાં જ્યારે અહીં ફુટપાથનું કામ હાથ ધર્યું હતું ત્યારે અહીંના બસ-સ્ટૉપને કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યારથી કેટલીક બસો પણ અહીં ઊભી નથી રહેતી. સ્ટેશન-વિસ્તાર જવું હોય કે ડમ્પિંગ રોડ જવું હોય તો એના માટે ચાલી ને પાંચરસ્તાના બસ-સ્ટૉપ પર આવવાની ફરજ પડે છે. હવે ફુટપાથનું કામ તો પૂરું થઈ ગયું છે, પણ અહીંના બસ-સ્ટૉપને પાછું લગાડવામાં આવ્યું નથી . BMCએ ફુટપાથનું કામ પૂરું થઈ ગયું હોવાનો દાવો કર્યો છે, પણ એ હજી કેટલીક હદે બાકી હોય એવું દેખાય આવ્યું છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us