તાજેતરમાં બોલિવૂડના અભિનેતા સૈફઅલી ખાન પર થયેલા હુમલા બાદ બોલિવૂડના ટોચના સ્ટાર્સ સહિત કલાકારો દહેશતમાં છે. ત્યાં જ કોમેડિયન કપિલશર્મા સહિત બોલિવૂડની ચાર સેલિબ્રિટીઓને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
ધમકીભર્યો ઇ-મેલ પાકિસ્તાનથી આવ્યો છે જેમાં આ ધમકીને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ન કરવા જણાવવામાં આવ્યું છે જે સેલિબ્રિટીઓ ને ધમકી મળી છે તેવા કપિલશર્મા ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ, ગાયિકા/અભિનેત્રી સુગંધા મિશ્રા અને કોરિયોગ્રાફર રેમોડિસોઝાનો સમાવેશ થાય છે. આ સંબંધમાં મુંબઇ પોલીસે એફઆરઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાનથી મળેલા ધમકીભર્યા ઇ-મેલમાં પોતાની ઓળખ ‘વિષ્ણું’ તરીકે આપનાર વ્યક્તિએ જણાવ્યું છે કે ‘અમે તમારી તાજેતરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે તમારા ધ્યાન પર એક સંવેદનશીલ બાબત લાવવી જરૂરી છે આ કોઇ સાર્વજનિક સ્ટંટ કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી.
આ સંદેશને ગંભીરતાથી લ્યો અને તેને પબ્લિસિટી સ્ટંટ માનવાની બેવકૂફી ન કરતા.’
આ સાથે જ ધમકીભર્યો ઇ-મેલ મોકલનારે જો માંગણી પૂરી નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
