
શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી હોય તો શરુઆતી સમયથી જ આ જ્યુસ પીવાની શરુઆત કરી દેવી. આ વસ્તુનો રસ પીવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
કોલેસ્ટ્રોલ આપણા શરીરની નસોમાં જામેલું ફેટ હોય છે. કોલેસ્ટ્રોલનો ઉપયોગ શરીર સેલ્સ અને હોર્મોન્સ બનાવવા માટે કરે છે. શરીરમાં ગુડ અને બેડ એમ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય તો તે બ્લડ સર્ક્યુલેશનમાં બાધા બની જાય છે. તેના કારણે હૃદય સુધી રક્ત બરાબર રીતે પહોંચતું નથી.

બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ કોલેસ્ટ્રોલને સમય રહેતા જ કંટ્રોલ કરી લેવું જોઈએ. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ડોક્ટર દવા આપે છે. પરંતુ જો બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ દેખાવા લાગે ત્યારથી તમે એક જ્યુસ પીવાનું શરૂ કરી દો તો કાયમી દવા ખાવાની સ્થિતિ સુધી જતા બચી શકાય છે.
કેટલું હોવું જોઈએ બેડ કોલેસ્ટ્રોલ ?
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે કે બરાબર તે વાત તેની માત્રા પરથી જાણી શકાય છે. નિષ્ણાંતો અનુસાર વયસ્ક વ્યક્તિમાં બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ 100 mgdl થી ઓછું હોવું જોઈએ. જ્યારે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલનું સ્તર 60mgdl થી વધારે હોવું જોઈએ.

નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધતું હોવાના લક્ષણ
શ્વાસ ભારે થઈ જવો
છાતીમાં દુખાવો
થાક
ધબકારા ઓછા કે વધી જવા
નબળાઈ
આંખની ઉપર સ્કીન પીળી થવી અને સોજી જવી.
બેડ કોલેસ્ટ્રોલનો રામબાણ ઈલાજ
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થાય ત્યારથી જ જો તમે ટમેટાનો રસ પીવા લાગો છો તો સ્થિતિ સુધરી શકે છે. ટમેટામાં લાયકોપીન નામનું યૌગિક હોય છે. જે લિપિડના સ્તરમાં સુધારો કરવા માટે જાણીતું છે. તેની સાથે જ ટમેટાનો રસ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડતા ફાઇબર અને નિયાસીનથી પણ ભરપૂર હોય છે. એક સ્ટડી અનુસાર નિયમિત મીઠા વિનાનો ટમેટાનો રસ કાઢીને પીવાથી બેડ કોલેસ્ટ્રોલની સ્થિતિ સુધરી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
