
એસી લોકલ ટ્રેનમાં અનધિકૃત રીતે ઘૂસી જતા પ્રવાસીઓ પર પશ્ચિમ રેલવે દ્વારા તવાઈ લાવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જાન્યુઆરી 2025 સુધી મુંબઈ ડિવિઝનની ટિકિટ ચેકિંગ ટીમે એસી લોકલમાં અનધિકૃત રીતે ઘૂસી ગયેલા 51,600 કેસ પકડી પાડ્યા હતા, જેમની પાસેથી રૂ. 1.72 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે રોજ 109 એસીપી લોકલ સેવા ચલાવે છે, જેનો આશરે 1.26 લાખ પ્રવાસીઓ લાભ લે છે.

એકલા જાન્યુઆરી 2025માં 6258 કેસ પકડી પાડીને રૂ. 20.97 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેની તુલનામાં સંખ્યા જાન્યુઆરી 2024માં 4743 કેસ સાથે રૂ. 16.07 લાખનો દંડ વસૂલ કરાયો હતો, જે 32 ટકા વધારો દર્શાવે છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે એસી લોકલમાં અનધિકૃત પ્રવાસીઓને દૂર રાખવા માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે, જેમાં ઉપનગરીય ટ્રેનોમાં સમર્પિત એસી ટાસ્ક ફોર્સ, સ્પેશિયલ મોનિટરિંગ ટીમ વગેરેનો સમાવેશ થાય છે. નિયમિત અંતરે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે. મુંબઈની જીવાદોરી ઉપનગરીય નેટવર્કમાં રોજ 1406 સેવા (109 એસી) ચલાવવામાં આવે છે, જેમાં આશરે 30 લાખ પ્રવાસી અવરજવર કરતા હોય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
