બેડગી મરચાંની આવક ઘટતાંની સાથે જ મુંબઈની બજારમાં લાલ મરચાંની કિંમતમાં લાલચોળ વધારો થયો છે. આને કારણે ગૃહિણીઓનું કિચન બજેટ હચમચી ગયું છે.
આંધ્ર પ્રદેશમા ં ગયા વર્ષે કુદરતી આફત, અતિવૃષ્ટિ અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદને લીધે દુકાળ જેવી સ્થિતિને કારણે બેડગી મરચાંનું ઉત્પાદન ઘટયું હતું. આથી મુંબઈ બજારમાં બેડગી મરચાંની આવક ઘટી ગઈ છે. પરિણામે મરચાંનો ભાવ ૪૦૦થી ૬૦૦ રૃપિયા કિલો પર પહોંચ્યો છે.
માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે બેડગી મરચાંનો ભાવ ૩૦૦થી ૩૫૦ રૃપિયે કિલો હતો. એટલે એમ કહી શકાય કે મરચાંની કિંમતમાં લગભગ બમણો વધારો થયો છે. વેપારીઓનું માનવું છે કે ભાવ હજી વધીને ૮૦૦ રૃપિયા સુધી પહોંચે તો કહેવાય નહીં.

રસોઈમાં મરચું અનિવાર્ય છે. ઉપરાંત અથાણાં બનાવવામાં પણ બેડગી મરચાંનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ ભાવવધારાને લીધે લોકો પ્રમાણમાં સસ્તા મરચાંનો વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
