
ઘરની કિંમત મુંબઈમાં આભને આંબી રહી છે ત્યારે મુંબઈ મહાનગર પ્રદેશમાં ઘરની કિંમતોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં વિરાર અને પનવેલ ખાતેના ઘરની કિંમતમાં 58 ટકાનો વધારો થયો છે. વિરારમાં 2019માં સ્કવેર ફૂટ દીઠ 4400 રૂપિયા દર હવે 2024માં 6805 રૂપિયા પર પહોંચ્યા છે. પનવેલમાં 2019માં સ્કવેર ફૂટ દીઠ 5520 રૂપિયા દર હતો જે આજે 8700 રૂપિયા થયો છે. મુંબઈ શહેરનો વિચાર કરીયે તો ઘરની કિંમતમાં વરલી પરિસરમાં 37 ટકા તો લોઅર પરેલમાં 49 ટકાનો વધારો થયો છે.
કોરોનાના સંકટ સમયમાં બાંધકામ વ્યવસાયને ફટકો પડ્યો. કોરોનાકાળ પૂરો થતા તેજીની શરૂઆત થઈ. કોરોનાકાળમાં ભાડાના ઘર કરતા સ્વમાલિકીના ઘરમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું તેથી ઘરના ખરીદી-વેચાણમાં વધારો થવાની શરૂઆત થઈ. છેલ્લા થોડા વર્ષથી એમએમઆરમાં પાયાભૂત સુવિધાઓનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. મેટ્રો, કોસ્ટલ રોડ, ફ્લાયઓવર, સીલિન્ક, એક્સપ્રેસ વે જેવા અનેક પ્રકલ્પ વિવિધ સરકારી યંત્રણાના માધ્યમથી અમલમાં મૂકવામાં આવ્યા છે. પરિણામે એમએમઆરના ઘરોની માગમાં ઘણો વધારો થયો છે. તેથી મુંબઈ શહેરની સરખામણીએ છેલ્લા થોડા વર્ષમાં એમએમઆરના ઘરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

એમએમઆરના ઘરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે ટકાવારી પ્રમાણે મુંબઈ શહેરના ઘરની કિંમતમાં વધારો થોડો ઓછો છે. વરલીમાં ઘરની કિંમતમાં 37 ટકાનો વધારો થયો છે. 2019માં સ્કવેર ફૂટ દીઠ 38 હજાર 560 રૂપિયા કિંમત હતી જે આજે 53 હજાર રૂપિયા પર પહોંચી છે. લોઅર પરેલમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘરની કિંમતમાં 49 ટકાનો વધારો થયો છે. 2019માં સ્કવેર ફૂટ દીઠ 34 હજાર 660 રૂપિયા કિંમત હતી જે 2024માં 51 હજાર 660 રૂપિયા થઈ છે. પનવેલના ઘરની કિંમતમાં વધારાનું કારણ અટલ સેતુ અને નવી મુંબઈ એરપોર્ટ છે. છેલ્લા થોડા વર્ષમાં વસઈ-વિરારમાં પણ પાયાભૂત સુવિધાઓનો ઝડપથી વિકાસ થયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
