મહારાષ્ટ્રના જાલના શહેરમાં શુક્રવારે સેંકડો વોટર આઇડેન્ટિટી કાડર્સ (આઇડી) રસ્તા પર કચરાના ઢગલામાં મળી આવ્યા હતા. કચરાના ઢગલામાં મોટી સંખ્યામાં વોટર આઇડી દર્શાવતો વીડિયો એક ન્યૂઝ એજન્સીએ શેર કર્યો હતો. જાલના લોકસભા બેઠક પર ૧૩મી મે તારીખે મતદાન થશે.

વોટર આઇડી કાડર્સમાં જે ફોટો, નામ, એડ્રેસ સહિતની વિગતો મળી છે તેના આધારે આ મામલામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જાલનાના કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસરે કહ્યું કે વોટર આઇડી કાડર્સ જૂના છે અને કોઇ અણજાણ વ્યક્તિએ ફેંક્યા હતા. વોટર આઇડી અંગેની માહિતી મળ્યા પછી જાલનાના સબડિવિઝનલ ઓફિસર (એસડીઓ)એ વોટર આઇડી કાડર્સ જપ્ત કર્યા હતા. જેમના વોટરઆઇડી કાડર્સ કચરાના ઢગલામાં ફેંકવામાં આવ્યા હતા તે મતદારોને નવા વોટર આઇડી મળ્યા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે તેવું કલેક્ટરે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે શું કોઇએ જાણીજોઇને કાડર્સ ફેંક્યા હતા? તેમને કાડર્સ ક્યાંથી મળ્યા? આસંબંધમાં તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિને શોધી કાઝવામાં આવશે અને તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

૧૩મી મે મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવલ, પૂણે, શિરુર, અહમદનગર, શરડી અને બીડમાં મતદાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us