યુરિન ઈન્ફેક્શનની સમસ્યા મહિલાઓને વધારે થતી હોય છે. યુરિન ઈન્ફેક્શન માટે એક દેશી નુસખો વર્ષોથી પ્રચલિત છે. આ નુસખો છે ચોખાનું પાણી પીવું. તો ચાલો આજે તમને જણાવીએ કે શું ખરેખર યુરિન ઈન્ફેક્શનની સમસ્યામાં ચોખાનું પાણી ફાયદો કરે છે ?
મહિલાઓને UTI ની સમસ્યા અવારનવાર થતી હોય છે. યુટીઆઈ એટલે કે યુરિન ઈન્ફેક્શન ગંદુ ટોયલેટ યુઝ કરવાથી, સ્વચ્છતાનું ધ્યાન ન રહે તો પણ થઈ જાય છે. યુરિન ઈન્ફેક્શન હોય તો મહિલાઓ સૌથી પહેલા જે ઘરેલુ નુસખો અજમાવે તે છે ચોખાનું પાણી પીવું. યુરિન ઈન્ફેક્શનમાં ચોખાનું પાણી પીવાનો નુસખો વર્ષો જુનો છે. માનવામાં આવે છે કે તેનાથી યુરિન ઈન્ફેક્શન મટી જાય છે. પરંતુ આવું ખરેખર થાય છે કે નહીં ચાલો આજે જાણીએ.

આયુર્વેદ અનુસાર ચોખાના પાણીથી શરીરને અલગ અલગ ફાયદા થઈ શકે છે. કારણ કે ચોખાના પાણીમાં શરીરમાંથી બેક્ટેરિયા કાઢવાના ગુણ હોય છે. આ ગુણના કારણે યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેકશનમાં પણ ફાયદો થાય છે. ચોખાનું પાણી શરીરને અન્ય કેવા ફાયદા કરે છે તે પણ જાણી લો.
- ચોખાનું પાણી શરીરને ઠંડક કરે છે.
- ચોખાના પાણીમાં વિટામિન બી, સી અને ઈ હોય છે
- ચોખાનું પાણી દુખાવા અને બળતરાથી રાહત આપી શકે છે.
- ચોખાનું પાણી શરીરમાંથી બેક્ટેરિયા દુર કરે છે.
યુરિન ઈન્ફેક્શનમાં ચોખાનું પાણી પીવું કે નહીં ?
આયુર્વેદિક ડોક્ટર અનુસાર યુરિન ઈન્ફેક્શનમાં ચોખાનું પાણી પી શકાય છે. ચોખાનું પાણી પીવાથી યુરિન ઈન્ફેક્શનના લક્ષણોથી તુરંત રાહત મળે છે. ડોક્ટરની સલાહ અનુસાર ચોખાના પાણીમાં લીંબુ અને સંચળ ઉમેરીને પીવું જોઈએ. જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને યૂરિક એસિડનું સ્તર કંટ્રોલમાં રાખે છે.

આયુર્વેદમાં યુરિન ઈન્ફેક્શન માટે નાળિયેર પાણીને પણ લાભકારી ગણાવ્યું છે. નાળિયેર પાણીમાં એલચી પાવડર મિક્સ કરીને પીવાથી પણ યુરિન ઈન્ફેક્શનમાં લાભ થઈ શકે છે. જો કે આ દેશી ઈલાજથી યુરિન ઈન્ફેક્શનના લક્ષણોમાં રાહત ન થાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
