
આજકાલ ડાયાબિટીસની બીમારી પોતાના મૂળિયા મજબૂત કરતી દેખાય છે. નાની નાની ઉમરમાં લોકો આ બીમારીનો ભોગ બનતા જોવા મળે છે. ત્યારે લોહીમાં શુગર લેવલ કાબૂમાં કેવી રીતે કરવું એ મોટી સમસ્યા જોવા મળે છે. આ પાંદડા તમને આ સમસ્યામાં મદદ કરી શકે છે.
બ્લડ શુગરનું લેવલ ઘટેલું રાખવાથી ડાયાબિટીસની બીમારીને ગંભીર થતી રોકવામાં મદદ મળે છે. પરંતુ અનેકવાર અનેક કારણોસર લોકોનું બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે. આ વધેલા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં લાવવા માટે કસરતોની સાથે સાથે ડાયેટ અને લાઈફસ્ટાઈલ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો ઘણી કોશિશો બાદ પણ તમારું બ્લડ શુગર લેવલ કાબૂમાં ન આવતું હોય તો તમે કેટલાક ખાસ ઝાડના પાંદડાનો જ્યૂસ પી શકો છો. આ પાંદડાની મદદથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી કંટ્રોલમાં આવી શકે છે અને ડાયાબિટીસમાં મદદ મળી શકે છે.

લીમડાના પાંદડા
લીમડાના પાંદડામાં એન્ટી ડાયાબિટીસ તત્વો મળી આવે છે. એનસીબીઆઈ જર્નલમાં છપાયેલા એક રિસર્ચ મુજબ ખાલી પેટે લીમડાના પાંદડા ચાવવાથી લોહીમાં ગ્લૂકોઝનું સ્તર ઘટે છે. આ સાથે જ લીમડાના પાંદડાનો જ્યૂસ પીવાથી પેન્ક્રિયાઝને કામ કરતું કરવામાં મદદ મળી શકે છે.
મેથીના પાંદડા
ડાયાબિટીક પેશન્ટ્સ માટે મેથીના લીલા લીલા પાંદડાનું સેવન પણ ખુબ લાભદાયી રહી શકે છે. કેટલાક સ્ટડીઝ મુજબ મેથીના પાંદડા ચાવવાથી કે મેથીનો જ્યૂસ પીવાથી ડાયાબિટીસના લક્ષણો ઘટે છે. આ રીતે મેથી ઈન્શ્યુલિન વધારવામાં મદદ કરે છે.
તુલસીના પાંદડા
ઘરોમાં સરળતાથી મળી આવતા તુલસીના પાંદડા ડાયાબિટીસ જેવી બીમારીઓમાં મદદરૂપ છે. તુલસીના પાંદડાનો અર્ક કે જ્યૂસ બનાવીને પીવાથી બ્લડ શુગર લેવલને કાબૂમાં કરવામાં ઘણી મદદ મળી શકે છે. થોડા પાણી સાથે એક મુઠ્ઠી તુલસીના પાંદડા મિક્સરમાં વાટી લઈ તેનો જ્યૂસ પીઓ.

સીતાફળના પાંદડા
સીતાફળ જેવું મીઠું ફળ ખાવાથી ભલે ડાયાબિટીસના દર્દીઓને ડર લાગતો હોય પરંતુ આ મીઠા ફળના પાંદડા તમને ખુબ કામ લાગી શકે છે. સીતાફળના પાંદડામાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે. સીતાફળના પાંદડા ચાવવાથી કે જ્યૂસ બનાવીને પીવાથી બ્લડ શુગર લેવલ ઘટી શકે છે.
જામફળના પાંદડા
જામફળના ઝાડના પાંદડાનો રસ પીવાથી પણ બ્લડ શુગર લેવલ કાબૂમાં આવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
