જો તમે સ્કિનથી લઈ વજન સુધીમાં સારો ફેરફાર જોવા માંગતા હોય તો 2 વીક માટે ખાંડ ખાવાનું છોડો. આ 2 વીક દરમિયાન એડેડ શુગર હોય તેવી વસ્તુઓ પણ ન ખાવી. જો તમે 15 દિવસ આ રીતે પસાર કરી લીધા તો રિઝલ્ટ જોઈને તમને પણ આશ્ચર્ય થશે.
ખાંડથી થતા નુકસાન વિશે જાણતા લોકો નો શુગર ડાયટ ફોલો કરે છે. પરંતુ લોકો એક ભુલ પણ કરતાં હોય છે. તેઓ ચા થી લઈ આહારમાં ખાંડ ઉમેરવાનું બંધ કરે છે પણ એવી વસ્તુઓ ખાતા રહે છે જેમાં ખાંડ એડ કરવામાં આવી હોય. જો તમારે ખરેખર ખાંડ ન ખાવાથી થતા ફાયદાનો અનુભવ કરવો હોય તો એવી વસ્તુઓ ખાવાનું પણ બંધ કરવું જોઈએ જેમાં ખાંડ ઉમેરેલી હોય.
2 વીક માટે જો તમે ખાંડ અને એડેડ શુગરવાળી વસ્તુઓ ખાવાનું બંધ કરો છો તો શરીરમાં નરી આંખે જોઈ શકાય તેવા ફેરફાર દેખાવા લાગશે. તેના માટે એ જાણવું જરૂરી છે કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેમાં ખાંડ ઉમેરેલી હોય છે. તો ચાલો સૌથી પહેલા તો એ જાણીએ કે રોજના વપરાશની કઈ કઈ વસ્તુઓમાં ખાંડ હોય છે.

એડેડ શુગરવાળી વસ્તુઓ
કેચઅપ
ટોમેટો સોસ
સલાડમાં ઉમેરવામાં આવતા ડ્રેસિંગ
પેકેટમાં મળતા જ્યૂસ
એનર્જી ડ્રિંક્સ
પ્રોટીન બાર
બિસ્કિટ
બ્રેડ
પેકેજ્ડ દહીં
પેકેટમાં મળતા ફ્રાઈડ નાસ્તામાં
ફ્લેવર્ડ ઓટ્સ
15 દિવસ ખાંડ ન ખાવાના ફાયદા
બેડ કોલેસ્ટ્રોલ
જો તમે 15 દિવસ ખાંડ કે ખાંડ ઉમેરેલી વસ્તુઓ ખાવાનું છોડો છો તો તેનાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થવાની શક્યતા વધે છે. એડેડ શુગર શરીરમાં ન જાય તો કેલેરી ઈનટેક ઘટે છે, વજન ઓછું થાય છે અને બેડ કોલેસ્ટ્રોલની સ્થિતિ સુધરી શકે છે.
વજન ઓછું થશે
મીઠાઈ સિવાય એડેડ શુગરવાળી વસ્તુઓ ખાવાથી પણ કેલેરી ઈનટેક વધે છે. જો દિવસ દરમિયાન વારંવાર એડેડ શુગર વાળી વસ્તુઓ ખવાતી હોય તો પણ શરીરમાં કેલેરી વધે છે. જેના કારણે વજન ઓછું કરવામાં સમસ્યા થાય છે. જો તમે 15 દિવસ એડેડ શુગર વાળી વસ્તુઓ ખાવાનું બંધ કરી દેશો તો વજન ઓછું થઈ શકે છે.

સ્કિનમાં સુધારો થશે
સૌથી મોટો સુધારો સ્કિનમાં જોવા મળશે. જો તમે 15 દિવસ ખાંડ કે એડેડ શુગરવાળી વસ્તુઓ નથી ખાતા તો તેનાથી સ્કિન સમસ્યા ઓછી થવા લાગે છે અને સ્કિનમાં વિઝિબલ ફેરફાર દેખાય છે. સ્કિનની ઈલાસ્ટિસિટી સુધરશે અને સ્કિન યંગ દેખાશે.
હાર્ટ હેલ્થ સુધરશે
જો શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધારે હોય તો તેનાથી હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ વધી જાય છે. એડેડ શુગર ઘટાડવાથી ટ્રાઈગ્લિસરાઈડ્સનું લેવલ ઓછું થઈ શકે છે અને તેની પોઝિટિવ અસર હાર્ટને પણ થાય છે. પરિણામે હાર્ટ હેલ્થ સુધરે છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
