આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે નાની ઉંમરમાં જ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. જેમાં હૃદય સંબંધિત સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વ્યસ્ત જીવનશૈલીમાં જો હાર્ટને હેલ્ધી રાખવું હોય તો દિનચર્યામાં કેટલાક યોગાસનનો સમાવેશ કરવો જોઈએ. 

છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના લોકો હાર્ટ અટેકના કારણે મોતને ભેટે છે. આ સ્થિતિને જોઈને હૃદયનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. હાર્ટ હેલ્ધી છે કે નહીં તેનો આધાર લાઈફસ્ટાઈલ પર હોય છે. આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે નાની ઉંમરમાં જ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. જેમાં હૃદય સંબંધિત સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વ્યસ્ત જીવનશૈલીમાં જો હાર્ટને હેલ્ધી રાખવું હોય તો દિનચર્યામાં કેટલાક યોગાસનનો સમાવેશ કરવો જોઈએ. 

હૃદયને સ્વસ્થ રાખશે યોગાસન 

શું તમે જાણો છો કે રોજ યોગ કરવાથી તમારું હાર્ટ મજબૂત અને સ્વસ્થ રહે છે ? કેટલા યોગાસન એવા છે જે હૃદય માટે ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત રીતે તેનો અભ્યાસ કરવાથી હાર્ટ અટેક સહિત હૃદયની સમસ્યાઓથી બચી શકાય છે. આજે તમને આવા જ કેટલાક યોગાસન વિશે જણાવીએ જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ભુજંગાસન

આ આસન કરવા માટે સૌથી પહેલા ઊંધા સુઈ જવું અને પગને સીધા રાખે પોતાની હથેળીઓને બગલ પાસે રાખો. ત્યારબાદ હથેળી પર વજન આપી છાતીના ભાગથી ઊંચા થવું. ત્યારબાદ શ્વાસ છોડી પહેલાની સ્થિતિમાં આવી જવું. 

સેતુબંધાસન

આ આસન પણ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના માટે જમીન પર સીધા સુઈ જવું અને બંને હાથની હથેળીને પગની તરફ કરી માથાને બગલ સુધી લઈ જવું. ત્યારબાદ પગ અને હાથ પર વજન આપી સાથળને ઉપર લઈ જવી. આ સ્થિતિમાં 10 થી 15 સેકન્ડ રહી રિલેક્સ થવું.

તાડાસન

તાડાસન કરવા માટે બંને પગને જોડી સીધા ઊભા રહો. ત્યારબાદ બંને હાથને જોડી ધીરેધીરે શ્વાસ અંદર લઈ હાથને ઉપરની તરફ ખેંચો. આ સ્થિતિમાં 15 સેકન્ડ રહી સામાન્ય સ્થિતિમાં આવી જવું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us