
લીવર ખરાબ થવાની શરુઆત થાય એટલે તેના લક્ષણ નખ પર દેખાવા લાગે છે. આજે તમને હાથ અને પગના નખ પર દેખાતા આવા જ સંકેતો વિશે જણાવીએ. આ લક્ષણો લીવર ડેમેજ થવા પર જોવા મળે છે.
લીવર ડેમેજ થઈ જાય તો ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. તેનાથી શરીરનું દરેક અંગ પ્રભાવિત હોય છે. લીવરની મદદથી જ શરીર ઝેરી તત્વોને બહાર કાઢે છે. સાથે જ લીવર ઓર્ગન ડાયજેશન, ગુડ કોલેસ્ટ્રોલ અને રેડ બ્લડ સેલના નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આમ તો લીવર એવું અંગ છે જે પોતાની જાતને હેલ્ધી રાખવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ખરાબ જીવનશૈલી જીવે તો તેનાથી લીવર ડેમેજ થવા લાગે છે. લીવર જ્યારે ડેમેજ થતું હોય ત્યારે નખમાં કેટલાક સંકેતો દેખાય છે. જો હાથ કે પગના નખમાં આ પ્રકારના ફેરફાર જોવા મળે તો સમજી લેવું કે લીવર ડેમેજ થઈ રહ્યું છે.

નખનો રંગ બદલવો
જો લીવરમાં કોઈ સમસ્યા હોય તો નખનો રંગ બદલી જાય છે. નખ બેરંગ થઈ જાય છે અને પીળા પડવા લાગે છે. સાથે જ નખની ઉપર દેખાતો સફેદ ભાગ ગાયબ થવા લાગે છે.
ડાર્ક લાઈન
હેલ્ધી નખ પર કોઈ પણ પ્રકારની ડાર્ક લાઈન હોતી નથી. પરંતુ જ્યારે લીવર ખરાબ થવાની શરૂઆત થાય છે તો નખ ઉપર લાલ, ભૂરા કે પીળા રંગની ધારદાર મોટી લાઈનો દેખાવા લાગે છે.
શેપ ખરાબ થઈ જાય છે
એ વાતમાં કોઈ શંકા નથી કે લીવર ડેમેજ થાય એટલે સૌથી પહેલા નખનો શેપ અલગ થઈ જાય છે. ઘણી વખત નખ ચપટા થઈ જાય છે તો ઘણી વખત વિચિત્ર દેખાવા લાગે છે. નખ જો ડેમેજ થઈ જાય તો સમજી લેવું કે લીવરમાં ખરાબી આવી છે.
જલ્દી તૂટી જવા
લીવર ખરાબ થવાના સંકેતમાં નબળા નખનો પણ સમાવેશ થાય છે. લીવર ડેમેજ હોય તે સ્થિતિમાં નખ કિનારેથી ઝડપથી તૂટવા લાગે છે. નખ જ્યારે તૂટે છે તો નાના નાના ટુકડામાં તૂટે છે.

ડેમેજ લીવરના અન્ય લક્ષણ
નખ પર દેખાતા આ લક્ષણો સિવાય ડેમેજ લીવરના અન્ય લક્ષણોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે લીવર ખરાબ થાય તો ત્વચા પીળી પડવા લાગે છે. આંખનો સફેદ ભાગ પણ પીળો દેખાવા લાગે છે. જેને સામાન્ય ભાષામાં કમળો કહેવાય છે. આ સિવાય લીવર ડેમજ હોય તો પેટમાં દુખાવો અને સોજો પણ રહે છે. ત્વચામાં ખંજવાળ આવે છે અને સતત થાક લાગે છે. આ સિવાય ભૂખ ન લાગવી પણ લીવર ડેમેજ થયાનો સંકેત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
