
રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખરે એસટી મહામંડળ માટે 1310 બસો ભાડે લેવા માટેની ટેન્ડર પ્રક્રિયા રદ કરી દીધી છે. આ નિર્ણય તત્કાલીન મુખ્ય મંત્રી એકનાથ શિંદે સરકારે લીધો હતો. જે બાદ ઘણા લોકોએ તેની પર સવાલ ઉઠાવ્યા હતા. હવે ફડણવીસે આ ઓર્ડર રદ કરીને એક રીતે એકનાથ શિંદેને આંચકો આપ્યો છે.
શિંદેએ ફેબ્રુઆરી 2024માં એસટી મહામંડળ માટે 1310 બસ લીઝ પર લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેમાં મહામંડળના બોર્ડ ઓફ ડાયરેક્ટરના 21 વિભાગ માટે વિભાગવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ આ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ ધ્યાનમાં લેતાં ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મૂકવા સૂચનાઓ આપવામાં આવી છે.

એમએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને લખેલા પત્રમાં પરિવહન વિભાગે જૂનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવાં ટેન્ડરો મગાવવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ માહિતી આપી હતી કે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિયુક્ત અધિક મુખ્ય સચિવ (પરિવહન) સંજય સેઠીની આગેવાની હેઠળની સમિતિએ કોન્ટ્રાક્ટ રદ કરવાની અને નવાં ટેન્ડરો આમંત્રિત કરવાની ભલામણ કરી છે.
સમિતિએ એમએસઆરટીસી અધિકારીઓ અને કન્સલ્ટન્સી ફર્મની તપાસની ભલામણ કરી છે. મહાવિકાસ આઘાડીએ આરોપ લગાવ્યો હતો કે, આ યોજનામાં 2800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. ફડણવીસે ગયા અઠવાડિયે લીધેલા એમએસઆરટીસી નિર્ણયને સસ્પેન્ડ કર્યો હતો જ્યારે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે ટ્રાન્સપોર્ટ પોર્ટફોલિયો ધરાવતા હતા અને શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલે એમએસઆરટીસી અધ્યક્ષ હતા. તે પછી પરિવહન વિભાગના ડેસ્ક ઓફિસર સારિકા માંડેએ નિર્ણયને રદ કરતો આદેશ જારી કર્યો.

અહેવાલ સાર્વજનિક કરવા માગણી
રસપ્રદ વાત એ છે કે, નાગપુરમાં શિયાળુ સત્રમાં વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આ બાબતનો તપાસ અહેવાલ સાર્વજનિક કરવો જોઈએ. માત્ર કોન્ટ્રાક્ટ રદ કરવો પૂરતો નથી. આ કૌભાંડ એમએસઆરટીસી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સલાહકારોની મિલીભગતથી થવાનું હતું, જેથી તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. દાનવેએ કહ્યું કે, હું આ મુદ્દો વિધાનસભાના બજેટ સત્રમાં ઉઠાવીશ. બીજી તરફ, અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર 2024માં એમએસઆરટીસીએ 3 કંપનીઓને બસો ભાડે આપવા માટે પત્રો આપ્યા હતા. 10 વર્ષ માટે 1310 બસો ભાડે આપવાની યોજના હતી. ભાડું પ્રતિ કિમી રૂ. 34.70 થી 35.10 હતું. પરંતુ બળતણની કિંમતને બાકાત રાખવામાં આવી હતી. 2022 માં એમએસઆરટીસીએ ઇંધણ ચાર્જ સહિત 44 રૂપિયા પ્રતિ કિમીના દરે બસો ભાડે કરી હતી. ઈંધણની સરેરાશ કિંમત 22 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. તેથી, વાસ્તવિક બસ ભાડું પ્રતિ કિમી રૂ. 56 થી વધુ ખર્ચ કરશે, જે પ્રતિ કિમી રૂ. 12 થી 13 વધુ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
