ડાયાબિટીસમાં બ્લડ શુગર મેનેજ કરવામાં જાંબુના ઠળીયાનો પાવડર ફાયદાકારક છે. આ પાવડર ખાવાથી બ્લડ શુગર મેનેજ કરવું સરળ રહે છે. જાંબુના બીજમાંથી ડાયાબિટીસ માટેનો પાવડર ઘરે પણ બનાવી શકાય છે. ડાયાબિટીસ માટે જાંબુના બીજનો પાવડર ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણી લો.
ઉનાળો એટલે રાવણાની સીઝન. રાવણા જેને જાંબુ પણ કહેવામાં આવે છે. જાંબુ એવું ફળ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ફળ ખાવાથી જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા જાંબુના ઠળિયાનો પાવડર કરી શકે છે. જાંબુના ઠળિયાનો પાવડર બનાવીને રોજ તેને લેવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર મેનેજ કરવામાં મદદ મળે છે. જાંબુના બીજનો પાવડર ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક સાબિત થઈ શકે છે. જોકે ઘણા લોકો એવા હશે જેમને આ પાવડર ઘરે કેવી રીતે બનાવવાનો હોય તેની ખબર નહીં હોય. તો ચાલો આજે તમને જણાવીએ ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે તેવો જાંબુના ઠળિયાનો પાવડર ઘરે કેવી રીતે બનાવવો. અહીં જાંબુના બીજનો પાવડર બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવી છે. સાથે જ જણાવ્યું છે કે આ બીજનો પાવડર કેવી રીતે લેવાનો હોય.

ડાયાબિટીસ માટે જાંબુના બીજનો પાવડર ઘરે બનાવવો એકદમ ઈઝી છે. સૌથી પહેલા તો જાંબુ ખાધા પછી તેના બીજને એક વાસણમાં એકઠા કરો. બી જ્યારે એકઠા થઈ જાય ત્યારે તેને પાણીથી સારી રીતે સાફ કરો. પાણીથી ધોવાથી તેની ઉપર જે ચિકાસ હશે તે નીકળી જશે. પાણીથી સાફ કર્યા પછી બધા જ ઠળિયાની ઉપરની પાતળી છાલને કાઢી નાખો. ઠળિયા ઉપરની પાતળી છાલ કાઢી નાખવાથી ડાયાબિટીસ માટેનો પાવડર વધારે શુદ્ધ બને છે.
ઠળિયા ઉપરની છાલ કાઢ્યા પછી બધા જ ઠળિયાને કપડા પર પાથરીને તડકામાં સુકવો. ઠળિયાને ચારથી પાંચ દિવસ તડકામાં સુકવશો એટલે તેની અંદરનું બધું જ મોઈશ્ચર સુકાઈ જશે. જાંબુના ઠળિયા સુકાઈ જાય પછી સૌથી પહેલાં બધા જ ઠળિયાને ખાંડણી દસ્તામાં થોડા વાટી લો. ત્યાર પછી મિક્સર જારમાં ઠળિયાને બરાબર પીસી બારીક પાવડર બનાવો. તૈયાર કરેલા પાવડરને ચારણી વડે ચાળી લો અને કાચના એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.
જાંબુનો પાવડર ખાવાની રીત
જાંબુના ઠળિયાને સુકવીને તૈયાર કરેલો પાવડર રોજ સવારે ખાલી પેટ લેવાથી ફાયદો થાય છે. સવારે એક ગ્લાસ હુંફાળા પાણી સાથે એક ચમચી પાવડર ખાઈ લેવો. સવાર સિવાય આ પાવડર તમે ભોજનની 30 મિનિટ પહેલા પણ લઈ શકો છો.
જાંબુના ઠળિયાનો પાવડર ખાવાથી થતા ફાયદા

જાંબુના ઠળિયાનો ઘરે તૈયાર કરેલો પાવડર નિયમિત લેવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઉત્તેજિત થાય છે જે બ્લડ સુગર લેવલને ઓછું રાખવામાં મદદ કરે છે. જાંબુના ઠળિયાના પાવડરમાં ફાઇબર હોય છે જે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જે લોકો ડાયાબિટીસ માટે નિયમિત દવાઓ લેતા હોય તેમણે આ પાવડરનો ઉપયોગ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લઈ લેવી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
