સવારે ખાલી પેટ સૌથી પહેલા પાણી પીવું જોઈએ આવી સલાહ તમે પણ હજારો વખત સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે દરેક માટે આ સલાહ લાભકારી નથી? સવારે કોણે પાણી પીવું કોણે ન પીવું, નોર્મલ પાણી પીવું કે હુંફાળુ પાણી પીવું ? બધી જ વાતોનો આધાર આપણા શરીર પર હોય છે. તો ચાલો આજે તમને પાણી પીવા સંબંધિત સાચી જાણકારી વિગતો સાથે આપીએ.
સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ. આ સલાહનું પાલન અનેક લોકો કરતા હોય છે. ઘણા લોકો સવારે નોર્મલ પાણી પીવે છે તો ઘણા લોકો હુંફાળું પાણી પીવે છે. પરંતુ શું ખરેખર દરેક વ્યક્તિ માટે સવારે ખાલી પેટ પાણી પીવું યોગ્ય છે ? આ વાત પર મોટાભાગના લોકો વિચાર કરતા નથી અને પૂરતી જાણકારી વિના જ સવારમાં હુંફાળુ પાણી પીવાનું શરૂ કરી દે છે જેના કારણે તેમની તબિયત બગડી પણ શકે છે. આજે તમને સચોટ માહિતી સાથે જણાવીએ સવારે કેવું પાણી પીવું અને કોણે પીવું જોઈએ ?

એ વાતમાં કોઈ શંકા નથી કે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરને ફાયદા થાય છે પરંતુ પાણી પીવાની રીત દરેક વ્યક્તિના શરીર અને પાચન શક્તિ પર આધારિત છે. જેમકે અમુક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેવો સવારમાં જાગીને સૌથી પહેલા એક કે બે ગ્લાસ પાણી પી લેશે તો તેમને તકલીફ પડી શકે છે. તેથી પાણી પીતા પહેલા જાણી લેવું જોઈએ કે આપણા શરીર માટે પાણી પીવું યોગ્ય છે કે નહીં અને કેવું પાણી પીવું.
સવારે ખાલી પેટ પાણી કોણે ન પીવું ?
1. સવારે ખાલી પેટ એવા લોકોએ પાણી ન પીવું જેમનું પાચન તંત્ર નબળું હોય. સવારના સમયે ગેસ હોય ત્યારે ઠંડુ પાણી પી લેવું હાનિકારક સાબિત થઈ શકે છે.
2. જે લોકોને એસીડીટી હોય તેમણે પણ સવારે હુંફાળુ પાણી પીવાનું ટાળવું જોઈએ. જાગીને તુરંત પાણી પી લેવાથી પેટનું એસિડ ઉપર આવી શકે છે જેના કારણે છાતીમાં બળતરા થવા લાગે છે.

3. જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેઓ એક સાથે સવારે વધારે પાણી પીવે તો તેમને નબળાઈ કે ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.
4. જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમના ડોક્ટરે દિવસ દરમિયાન કેટલું પ્રવાહી લેવું તેની લિમિટ જણાવેલી હોય છે આવા લોકો સવારે ખાલી પેટ વધારે પાણી પીવે તો તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/KcltnvXQoy0HtncpMXCPRr
For more details… Contact 9322529232 / 9324483455
