ચોમાસામાં સીઝનલ ફ્લુની સાથે ડેન્ગ્યુના કેસ પણ વધી જતાં હોય છે. લક્ષણો એક જેવા હોવાથી લોકો ઘણીવાર ડેન્ગ્યુને ઓળખવામાં ભુલ કરે છે. આવી ભુલ જોખમી સાબિત થઈ શકે છે. એટલા માટે જ શરીર જ્યારે ડેન્ગ્યુની ચેતવણીના સંકેતો આપે તો તેની સમજી જવું અને સમયસર દર્દીની સારવાર શરુ કરી દેવી.
દર વર્ષે વરસાદ થયા પછી ડેન્ગ્યુના કેસમાં ઉછાળો નોંધાય છે. વાતાવરણમાં ઠંડક થવાના કારણે તાવ, શરદી, ઉધરસના કેસ પણ અનેકગણા થઈ જાય છે. ડેન્ગ્યુના શરુઆતી લક્ષણો પણ સામાન્ય ફ્લુ જેવા જ હોય છે તેથી લોકો ડેન્ગ્યુને પણ ફ્લુ સમજી સામાન્ય દવાથી કે ઘરેલુ ઉપાયથી ઈલાજ કરે છે. સમયસર યોગ્ય સારવાર ન મળવાથી ડેન્ગ્યુમાં દર્દીની હાલત ગંભીર થઈ જાય છે. આવું ન થાય તે માટે ડેન્ગ્યુના શરુઆતી લક્ષણોને સમજવા જરૂરી છે.
અચાનક તાવ વધી જાય
ડેન્ગ્યુનું સૌથી પહેલું લક્ષણ છે કે દર્દીને અચાનક તાવ આવી જાય છે. અને આ તાવ સીધો 103, 104 એમ પહોંચી જાય છે. દર્દીને તાવ આવે અને સાથે માથામાં દુખાવો, આંખોના પાછળના ભાગમાં દુખાવાનો અનુભવ થાય છે.

પ્લેટલેટ્સ ઘટવા લાગે
તાવ પછી ડેન્ગ્યુનું બીજું લક્ષણ જે જોવા મળે છે તે છે પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થવો. ડેન્ગ્યુમાં દર્દીના પ્લેટલેટ્સ ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે. જ્યારે શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે ત્યારે સ્કિન પર લાલ નિશાન પડી જાય છે, દાંત, પેઠા, નાકમાંથી લોહી નીકળે છે. ટુંકમાં શરીરમાંથી અસામાન્ય રક્તસ્ત્રાવ થાય છે.
ડિહાઈડ્રેશન થઈ જાય
સામાન્ય રીતે ઉનાળામાં ગરમીના કારણે ડિહાઈડ્રેશન થાય છે પણ જો ચોમાસામાં ડેન્ગ્યુ થયો હોય તો પણ વ્યક્તિના શરીરનું પાણી ઘટવા લાગે છે. તાવ વધી જાય તેના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે.
અચાનક નબળાઈ આવી જવી
જો કોઈ વ્યક્તિને તાવ આવ્યા પછી અચાનક વધારે પડતી નબળાઈ આવી જાય તો તે ડેન્ગ્યુનું લક્ષણ હોય શકે છે. ડેન્ગ્યુ વાયરસ ને રોકવા ઈમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય ત્યારે થાક અને નબળાઈનો અનુભવ થાય છે. જો કે ડેન્ગ્યુના કારણે આવેલી નબળાઈ દર્દીને ડેન્ગ્યુ મટી ગયા પછી પણ રહે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
